ગીર-ગઢડા પાણખાણ ગામના ચોકમાં બે સિંહે ગાયનું મારણ કર્યું

મધરાતે 2 વાગ્યે વનરાજે ભોજન માણ્યું, ગ્રામજનોએ મોબાઈલમાં દૃશ્યો કેદ કર્યા ગીર-ગઢડા તાલુકાના પાણખાણ ગામે વનરાજના આગમનથી રોમાંચ અને ભયનો માહોલ સર્જાયો.ગામ ના મુખ્ય ચોકમાં…

મધરાતે 2 વાગ્યે વનરાજે ભોજન માણ્યું, ગ્રામજનોએ મોબાઈલમાં દૃશ્યો કેદ કર્યા

ગીર-ગઢડા તાલુકાના પાણખાણ ગામે વનરાજના આગમનથી રોમાંચ અને ભયનો માહોલ સર્જાયો.ગામ ના મુખ્ય ચોકમાં જ બે સિંહોએ એક રખડતી ગાયનું મારણ કરી નિર્ભયપણે ભોજન માણ્યું હતું.રાત્રેલગભગ 2 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાના દૃશ્યો ગ્રામ જનોએ મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

ઘટનાનું દૃશ્ય ચોકમાં જ સિંહનું શાહી ભોજન પ્રાપ્ત વિગતો મુજબ શિકારની શોધમાં બે પુખ્ત સિંહો મોડી રાત્રે પાણખાણ ગામમાં પ્રવેશ્યા હતા. ગામમાં લટાર માર્યા બાદ સિંહોએ ચોકમાં રખડતી એક ગાયને નિશાન બનાવી હતી.ગાયનું મારણ કરીને બંને સિંહો ગામના ચોક વચ્ચોવચ જ નિશ્ચિંત થઈને ભોજન માણી રહ્યા હતા.

ગામમાં સિંહ આવ્યાની જાણ થતાં જ અનેક ગ્રામજનો ઘરની બારી-બારણાં કે ધાબા પરથી આ દુર્લભ દૃશ્ય નિહાળવા ઉમટી પડ્યા હતા.કેટલાક સાહસિક યુવાનોએ સુરક્ષિત અંતરેથી મોબાઈલમાં આ સમગ્ર ઘટનાના વીડિયો અને તસવીરો કેદ કરી લીધા હતા.

સ્થાનિક આગેવાને જણાવ્યું કે, અમારા ગામના ચોકમાં સિંહ આવીને મારણ કરે એ ઘટના ગંભીર છે.રાત્રે ખેતરે જતા ખેડૂતો અને પશુપાલકો માટે જોખમ વધી ગયું છે. તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં લેવા જોઈએ વિકાસની સાથે વન્યજીવ સુરક્ષાનું સંતુલન જરૂૂરી પાણખાણની આ ઘટના માનવવન્યજીવ સંઘર્ષની વધતી જતી ગંભીરતા દર્શાવે છે. સિંહોના સંરક્ષણ સાથે માનવ વસાહતોની સુરક્ષા માટે વન વિભાગે વધુ સજાગ બની વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *