ઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુર

  અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને હુમલાઓની સીધી અસર હવે ઈરાનના સામાન્ય નાગરિકોના રસોડા પર જોવા મળી રહી છે. દેશમાં…

 

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને હુમલાઓની સીધી અસર હવે ઈરાનના સામાન્ય નાગરિકોના રસોડા પર જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે લોકો માટે રોજિંદી જીવનજરૂૂરી ચીજવસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે. રાજધાની તેહરાન સહિત દેશના અનેક મોટા શહેરોમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો હવે રોટલી, કરિયાણું અને સુપરમાર્કેટના પેકેજ પણ EMI (સરળ હપ્તા) પર ખરીદવા માટે મજબૂર બન્યા છે.

મોંઘવારીના કારણે લોકોના માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે અને પગાર મહિનાની અધવચ્ચે જ પૂરો થઈ જાય છે. દુકાનો પર ઉધાર સામાન લેવાના બીજા જ દિવસે ભાવ બમણા થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં હવે બોમ્બ બ્લાસ્ટ કરતાં પણ વધુ ડર પોતાના ઘરના રસોડાનો લાગી રહ્યો છે.

યુદ્ધ અને આર્થિક પ્રતિબંધોના કારણે દેશમાં જીવનજરૂૂરી ચીજવસ્તુઓના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, ઈરાનમાં કુકિંગ ઓઇલ (તેલ) ના ભાવમાં 430% અને ઇંડાની કિંમતોમાં 345% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત, રોજિંદા ખોરાકમાં મુખ્ય ગણાતા ચોખા 287% અને દૂધ 139% સુધી મોંઘા થઈ ગયા છે, જેને કારણે સામાન્ય પરિવારો માટે બે ટંકનું ભોજન મેળવવું પણ અતિ મુશ્કેલ બન્યું છે.

ઈરાન માટે આ આર્થિક સંકટ નવું નથી. અગાઉ ઉયભયળબયિ 2025 માં પણ દેશની કરન્સી ’રિયાલ’ ડોલરની સરખામણીમાં રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. તે સમયે તેહરાનના ગ્રાન્ડ બજાર, ઇસ્ફહાન, શિરાઝ અને મશહદ જેવા મોટા શહેરોમાં હજારો વેપારીઓ અને નાગરિકો મોંઘવારી સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ઉયભયળબયિ 2025 ના સરકારી આંકડા મુજબ દેશમાં સામાન્ય મોંઘવારી દર 42% થી વધુ હતો, જ્યારે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં 70% થી વધુનો વધારો ઝીંકાયો હતો. આ વ્યાપક વિરોધ પ્રદર્શનોને કારણે ઈરાનની સેન્ટ્રલ બેંકના પ્રમુખ મોહમ્મદ રઝા ફરઝીને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

હોસ્પિટલો અને ફાર્મસીઓમાં દવાઓની ભારે અછત
આ યુદ્ધની વિપરીત અસર ઈરાનના મેડિકલ સેક્ટર પર પણ પડી છે. ઇઝરાયેલી હુમલાઓથી પેટ્રોકેમિકલ ઉદ્યોગ પ્રભાવિત થતાં અને કાચા માલની અછતને કારણે અનેક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. પરિણામે, ફાર્મસીઓમાં દવાઓ પણ હવે રાશનની જેમ મર્યાદિત માત્રામાં આપવામાં આવી રહી છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે ડોક્ટરોને માત્ર અતિ આવશ્યક દવાઓ જ પ્રિસ્ક્રિપ્શનમાં લખવાની સૂચના આપી છે. ખાસ કરીને હિમોફીલિયા (રક્તસ્ત્રાવ સંબંધિત બીમારી) જેવા ગંભીર રોગોથી પીડિત દર્દીઓ માટે જરૂૂરી દવાઓનો સ્ટોક હવે દેશમાં બચ્યો નથી અને નવી આયાત પણ મુશ્કેલ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *