હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

હૃદય રોગના હુમલાથી મોતના વધુ ત્રણ બનાવ બન્યા છે. જેમાં મેટોડામાં રહેતાં યુવાનનું અને આધેડ અને રાજકોટ ગાયત્રીનગરના પાનના વેપારી યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીજપતા…

હૃદય રોગના હુમલાથી મોતના વધુ ત્રણ બનાવ બન્યા છે. જેમાં મેટોડામાં રહેતાં યુવાનનું અને આધેડ અને રાજકોટ ગાયત્રીનગરના પાનના વેપારી યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીજપતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડા જીઆઇડીસી અંજલી પાર્કમાં રહેતાં રાજેશભાઇ અમરૂૂભાઇ રાઠોડ (ઉં.વ.30) ગઇકાલે પરે બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાથેલ, પરંતુ અહિ મૃત્યુ ક થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બોધીકા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર રાજેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરી છે. પોતે છુટક મજુરી કરતાં હતાં. હ્રદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું સગાએ કહ્યું હતું. બીજા બનાવમાં મેટોડા ગેઇટ-રમાં રીપલ પ્રાઇમની બાજુમાં રહેતાં મોટનભાઈ વિરજીભાઈ જેઠવા (ઉં.વ.54) ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

તેઓ ત્રણ ભાઇમાં વચેટ હતો. સંતાનમાં પાંચ દિકરી છે. પોતે કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું. ત્રીજા બનાવમાં ગાયત્રીનગર મેઇન રોડ પર જીવરાજ હોસ્પિટલ સામે જલારામ ચોકમાં રહેતાં કલ્પેશભાઇ ચંદુભાઇ ચાવડા (ઉ.વ.43) નામના યુવાન સવારે પાંચેક વાગ્યે પરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેઓ એક બહેનથી મોટા હતાં અને ગાયત્રીનગરમાં ખોડીયાર પાન નામે દુકાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *