શહેરના સામાકાંઠે દૂધની ડેરી નજીક આવેલી ભગવતી સોસાયટીમાં બે મહિનાથી રિસામણે આવેલી પરિણીતાએ માવતરે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિને તુ કઇ કામધંધો કરતો નથી હુ મરી જાવ છું તેમ કહી લટકી ગઇ હતી. જોકે માતાએ જીવ બચાવી લીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ સામાં કાઠે દુઘની ડેરી પાસે આવેલી ભગવતી સોસાયટીમાં માવતરે રહેતી રુકસાર અનીશભાઇ જુણેજા (ઉ.વ. 30) નામની પરિણીતાએ આજે સવારે માવતરે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં રૂકસારબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેનો પતિ ગાયકવાડીમાં રહે છે. પતિ કઈ કામ ધંધો કરતો ન હોય અને મારકુટ કરતો હોવાથી તેણી બે મહિનાથી માવતરના ઘરે રિસામણે હતી. દરમિયાન આજે તેનો પતિ આવતાં રૂકસારબેને ‘તું કંઈ કામ ધંધો કરતો નથી, હું મરી જાવ’ તેમ કહી રૂમમાં ચાલી જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. જો કે તેના માતાએ તેને બચાવી લઈ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
