થેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલ

માત્ર 4 વર્ષની ત્રિશા વિશાલભાઈ વાઘેલા ગંભીર થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી સામે લડી રહી છે. માત્ર 6 મહિનાની ઉંમરથી જ તેને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવું…

માત્ર 4 વર્ષની ત્રિશા વિશાલભાઈ વાઘેલા ગંભીર થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી સામે લડી રહી છે. માત્ર 6 મહિનાની ઉંમરથી જ તેને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવું પડે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ હવે તેના જીવનને બચાવવા માટે Bone Marrow Transplant (BMT) જ એકમાત્ર કાયમી ઉપચાર છે.

હેલ્થ 1 હોસ્પિટલ, અમદાવાદ તથા સંબંધિત તબીબી દસ્તાવેજો મુજબ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય ડોનર મળી ગયો છે. પરંતુ સારવાર માટે અંદાજે ₹15,00,000 જેટલો ખર્ચ થાય છે, જે પરિવારની આર્થિક ક્ષમતા બહાર છે.
આથી આપને વિનંતી છે કે આ બાળકીની જીવનરક્ષક અપીલને આપના અખબાર, ન્યૂઝ પોર્ટલ, ટીવી ચેનલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્થાન આપશો જેથી વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચે અને માનવતાના સહયોગથી એક નિર્દોષ બાળકીનું જીવન બચાવી શકાય.

દાતઓએ આર્થિક સહયોગ આપવા પિતા વિશાલભાઈ વાઘેલાનો મોબાઇલ: +91 99139 72747 સંપર્ક કરવો. ચકાસણી માટે તબીબી દસ્તાવેજો અને અપીલ પોસ્ટર સાથે જોડેલ છે. આપના માધ્યમથી આ અપીલ વધુ લોકો સુધી પહોંચશે તો અનેક દાતાઓ અને સેવાભાવી લોકો સુધી આ સંદેશ પહોંચશે અને એક માસૂમ બાળકીના જીવનમાં નવી આશા જન્મશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *