ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે 15 વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના ભારતીય ટી20 ટીમમાં પસંદગી થતા ખુશી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે શુભકામના પાઠવી હતી. મુંબઈમાં પોતાની ફિલ્મ ભારત ભાગ્ય વિધાતાના પ્રમોશન દરમિયાન મીડિયા ઈવેન્ટમાં કંગનાએ કહ્યું કે, તેને આશા છે કે, વૈભવ સૂર્યવંશી દેશ માટે મોટી સફળતા મેળવશે. તેમજ ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જશે. કંગના રનૌતે કહ્યું કે, અમે તેને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવીએ છીએ.
અમે ઈચ્છીએ કે, તે આપણા દેશના વિરાટ કોહલી અને સચિન તેંડુલકરથી પણ સુંદર પ્રદર્શન કરે. તેમણે કહ્યું કે, તે યુવા ખેલાડી પર કોઈ ખોટું દબાણ નાંખવા માંગતી નથી. તેની પાસે મોટી સફળતાની આશા છે. કંગના રનૌતે કહ્યું કે, આ વર્લ્ડકપમાં જીતીશું. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપરાંત, વૈભવ સૂર્યવંશીને 2026 એશિયન ગેમ્સ માટે ટીમ ઇન્ડિયાની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા 26 અને 28 જૂનના રોજ આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 સીરિઝ રમશે, જ્યાં વૈભવને તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી શકે છે. તે પછી, ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે.
