વીંછિયાના નાનામાત્રા ગામે દુકાનદારે ડિપ્રેશનમાં ફિનાઈલ પીધું

વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતાં દુકાનદારે ડિપ્રેશનમાં આવી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી…

વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતાં દુકાનદારે ડિપ્રેશનમાં આવી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયાના નાનામાત્રા ગામે રહેતાં અને કરિયાણાની દુકાન ધરાવતાં મોહનભાઈ કાળાભાઈ ખાવડુ નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ડિપ્રેશનના કારણે ફિનાઈલ પી લીધું હતું. પ્રૌઢની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં મુળીના દાળાવાળા ગામે રહેતાં હરપાલસિંહ ચંદુભા જાડેજા નામના 40 વર્ષના યુવાન સાથે ટીનો ભરતસિંહ વાઘેલા નામના શખ્સે ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *