ચોટીલાના મોણપરમાં સગીરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી; માર માર્યાની તબીબને આશંકા

ચોટીલાના મોણપર ગામે રહેતી સગીરા પોતાના ઘરેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સગીરાને ગળાના ભાગે માર…

ચોટીલાના મોણપર ગામે રહેતી સગીરા પોતાના ઘરેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સગીરાને ગળાના ભાગે માર માર્યાની તબીબે શંકા વ્યકત કરતાં પોલીસે ચોપડે એમએલસી દાખલ કરવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના મોણપર ગામમાં રહેતી કુંજલબેન મુકેશભાઈ રોજાસરા ગામની 16 વર્ષની સગીરા બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ત્યારે ગળાના ભાગે ઈજા થયેલી હાલતમાં મળી આવતાં પરિવાર દ્વારા તેણીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબે સગીરાને ગળાના ભાગે માર માર્યાની શંકા વ્યકત કરતાં પોલીસ ચોપડે એમએલસી દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં કુંજલ રોજાસરા એક ભાઈ બે બહેનમાં મોટી હતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. પિતા સેન્ટીંગ કામ પર અને માતા કપડા ધોવા ગયા બાદ ઘરે એકલી રહેલી કુંજલબેન રોજાસરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *