ગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ગોંડલના શ્રીનાથગઢ રોડ પર શુક્રવારે બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમા ફુલ સ્પીડે આવી રહેલી સ્કોડા સલાવિયા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના લીમડાના…

ગોંડલના શ્રીનાથગઢ રોડ પર શુક્રવારે બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમા ફુલ સ્પીડે આવી રહેલી સ્કોડા સલાવિયા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના લીમડાના ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ કરુણ અકસ્માતમાં પૂજા રાજગોર નામની યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 5 વર્ષની માસૂમ બાળકી સહિત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે સુલ્તાનપુર પોલીસ મથકમાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટના મવડી ચોકડી પાસે રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા મોહિતભાઈ કિશોરભાઈ ગોહેલે સુલ્તાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમના પત્ની નિરાલી, દીકરી ત્રીષા (ઉં.વ. 5), પત્નીની બહેનપણી પૂજા રાજગોર, પત્નીનો માનેલો ભાઈ સચીન ઉર્ફે લાલો અને તેનો મિત્ર સંજય જાખેલીયા ૠઉં-03-ઙઉં-0699 નંબર ની સ્કોડા કાર લઈને ભગુડા માતાજીના દર્શન કરવા ગયા હતા. ગઈકાલે બપોરે મોહિતભાઈ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક ગોંડલના શ્રીનાથગઢ નજીક થયેલા એક અકસ્માતની રીલ સામે આવી હતી, જેમાં તેમની જ સ્કોડા ગાડી અકસ્માતગ્રસ્ત જોવા મળી હતી અને પૂજા રાજગોરનું મોત થયું હોવાનો ઉલ્લેખ હતો. તેમણે તુરંત હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

બપોરના આશરે 12:30 વાગ્યાની આસપાસ શ્રીનાથગઢથી ગોંડલ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સચીન ઉર્ફે લાલાભાઈ વઢીયાએ પોતાની કાર ફૂલ સ્પીડે ચલાવીને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી લીમડાના ઝાડમાં ખાબકી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પૂજાબેન રાજગોરને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ફરિયાદીના પત્ની નિરાલીબેનને માથાના ભાગે નાના-મોટા 8 હેમરેજ અને જડબામાં ફેક્ચર થતાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. 5 વર્ષની દીકરી ત્રીષાને દાઢીના ભાગે તથા બંને પગમાં ફેક્ચર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સંજયભાઈ જાખેલીયાને છાતી અને શરીરે મૂઢ ઈજાઓ થઈ હતી, જ્યારે કાર ચાલક સચીન ઉર્ફે લાલાને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ સમગ્ર મામલે સુલ્તાનપુર પોલીસે મોહિતભાઈ ગોહેલની ફરિયાદના આધારે સ્કોડા કાર ચાલક સચીન ઉર્ફે લાલા સંજયભાઈ વઢીયા વિરૂૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 281, 125 એ અને બી, 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. હિતેષકુમાર ઉકાભાઈ પરમારે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *