શહેરમાં 87 સ્થળે ભરાય છે વરસાદી પાણી, મનપાએ જાહેર કર્યુ ‘એલર્ટ’

ગત ચોમાસામાં કરાયેલા સર્વે બાદ વિસ્તારોની યાદી જાહેર, વરસતા વરસાદમાં જોખમી સ્થળેથી પસાર થતા પહેલા સાવચેત રહેવા અનુરોધ, ક્ધટ્રોલરૂમ પણ શરૂ રાજકોટમાં એકધારો ત્રણથી ચાર…

ગત ચોમાસામાં કરાયેલા સર્વે બાદ વિસ્તારોની યાદી જાહેર, વરસતા વરસાદમાં જોખમી સ્થળેથી પસાર થતા પહેલા સાવચેત રહેવા અનુરોધ, ક્ધટ્રોલરૂમ પણ શરૂ

રાજકોટમાં એકધારો ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે એટલે શહેરના સંખ્યાબંધ વિસ્તારો બેટમાં ફેરવાઇ જાય છે. તેની પાછળના અનેક કારણો છે. વોંકળા વેંચીને બાંધકામ માટે મંજૂરી આપવાના મનપાના ‘વહીવટ’ના પાપે દર ચોમાસે શહેરીજનો હેરાન થઇ રહ્યા છે. વરસાદી પાણી કઇ-કઇ જગ્યાએ ભરાય છે તેના સતાવાર સર્વે બાદ મનપાએ વિસ્તારની યાદી જાહેર કરી છે. ભારે વરસાદમાં આ વિસ્તારમાંથી નીકળતી વખતે સાવચેત રહેવાનો અનુરોધ મનપાએ કર્યો છે.

કોર્પોરેશનની યાદી મુજબ રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરા આયોજન અને જરૂૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરના પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળોએ વરસાદ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નિયુક્ત એજન્સીના માણસો સતત સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખશે. જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે ત્યાં તાત્કાલિક ધોરણે પંપિંગ મશીનરી તથા અન્ય જરૂૂરી સાધનોની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે.

નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર તથા જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. ઉપરાંત સંબંધિત વિભાગોની ટીમોને એલર્ટ રાખવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા શહેરના નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન સાવચેતી રાખવા તેમજ કોઈ સમસ્યા જણાય તો રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂૂમ નંબર 155304, ફોન નંબર – 0281-2228741 તેમજ 0281-2225707 રાજકોટ શહેરનાં શહેરીજનો ફરીયાદો નોંધાવી શકશે.

આટલા સ્થળે ભરાય છે વરસાદી પાણી

વોર્ડ વરસાદી પાણી ભરાવાના
નં. વિસ્તારનું નામ
3 પોપટપરા નાલા
5 શિવનગર / મણીનગર મેઈન રોડ
15 80’ ફૂટ રોડ, સત્યમ પાર્ક
16 જંગલેશ્વર આજી નદી એકતા કોલોની
2 નહેરૂનગર – 1 આઝાદ ચોક, રામેશ્વર ચોક,સુભાષનગર – 8 અ,
14 લલુડી વોકળી
1 મારવાડીવાસ અને ઇન્દીરાનગરમાં
1 ભારતીનગર, અક્ષરનગર, સત્યા નારાયણનગર, શ્યામનગર, શાહનગર અને શકિતનગર
8 બીગ બજાર પાસે તથા કરણ પાર્ક
8 150 ફુટ રીંગ રોડ તથા અમિન માર્ગના કોર્નર પર
8 150 ફુટ રીંગ રોડ નાનામવા ચોક
8 વિદ્યાકુંજ મેઇન રોડ થી જલારામ હોસ્પી ટલવાળા મેઇન રોડ થઇ પંચવટી મેઇન રોડ પર શ્રીનાથજી ટાવર પાસે
8 આઝાદ ચોક, રૈયા રોડ
8 અક્ષર માર્ગ, ચિત્રકુટ ર/3નાં ખૂણા પાસે
8 નાનામવા મેઇન રોડ / લક્ષ્મીજનગર મેઇન રોડ કોર્નર પાસે
9 ગુરૂજીનગર હોકર્સ ઝોન પાસે
9 નટરાજનગર, રાજીવ ગાંધી આવાસ પાછળ
9 રૈયા સી.સી. રોડ પર આલાપ ગ્રીન સીટી થી રૈયા ગામ જતાં જમણી સાઇડે
10 રાવલનગર બગીચા પાસે
10 દોશી પ્લાગઝા યુનિવર્સીટી રોડ
10 પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ રેસી. આવાસ યોજના
10 શ્રીનાથજી સોસાયટી
10 ગુંજન પાર્ક મેઇન રોડ
10 વૃંદાવન સોસાયટી શેરી નં.-1, ર, 3
10 150 ફૂટ રીંગ રોડ રૈયા ટેલી.એક્સ.સામે
10 150 ફૂટ રીંગ રોડ મોદી સ્કુલ પાસે
11 મિલેનીયમ હાઇટસની સામે (બી.આર.ટી.એસ. રૂટ)
11 સ્પીનડવેલ ચોક થી જેટકો ચોકડી સુધીનો 80 ફુટ રોડ
11 બાપા સીતારામ ચોક
12 ગોકુલધામ મેઇન રોડ
12 રાધે હોટલ મેઇન રોડ (ઉમિયા ચોક)
12 મવડી સર્કલ
12 વાવડી ગામતળ અને વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ
3 રેલનગર અન્ડરબ્રીજ
3 મીયાણાવાસ
3 માધાપર ચોકડી
7 ડો.યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે
7 સદર ઇગલ પેટ્રોલપંપ પાસે
13 ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પમ્પ, રાજેશ્રી બજાજ, માનસતા ગાર્ડન અને પી.ડી.માલવીયા કોલેજ
14 પારડી રોડ
14 સોરઠીયાવાડી સર્કલ
14 આનંદનગર ખોડિયાર ચોક પાસે
17 નંદા હોલ પાસે કોઠારીયા મે.રોડ
17 ઘનશ્યામનગર સિંદુરીયા ખાણ
5 અવધપુરી સોસાયટી, આડો પેડક રોડ
6 સંતકબીર રોડ ભાવનગર રોડના ખૂણે
15 આરાધના સોસાયટી, વિજયનગરના વોંકળા પાસે
16 આશાપુરાનગર શેરી નં.2 ના છેડે
16 નંદા હોલ પાસે
18 બોલબાલા રોડ ગઇંઅઈં
18 રીધ્ધી સિધ્ધી નાલા, કોઠારીયા ચોકડી
12 પુનિતનગર 80 ફુટ રોડ
12 સુખસાગર સોસાયટી / માધવ વાટીકા-3ની ગોળાઇ
12 150 ફુટ રીંગ રોડ મવડી ફલાય ઓવર બ્રીજનાં છેડે આર.કે. પ્રાઇમ પાસે
10 એમ.જી.હોસ્ટેલલ પાસે, કાલાવડ રોડ
4 ચંદ્ર પાર્ક
4 સેટેલાઈટ ચોક -80 ફૂટ રોડ
4 ઇન્દ્રપ્રસ્થ સોસાયટી
4 ગણેશ પાર્ક
4 રામાણી પાર્ક
4 ભગવતીપરા મે. રોડ મહાકાલેશ્વર મંદિર
4 50 ફૂટ રોડ
4 તિરુપતિ મેઈન રોડ (સુરાપુરા વાળો રોડ)
4 આસ્થા વેન્ટીલા મે. રોડ
5 ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ
5 સદગુરુ રણછોડનગર
6 સીતારામ રોડ
6 જય અંબે ઇન્ડસ્ટ્રીઝ, માંડા ડુંગર
6 શાળા નં.13 પાસે શક્તિ સોસાયટી
6 ભાવનગર રોડ, માનસરોવર પાર્કનો એપ્રોચ
15 ખોડીયાર પરા વિસ્તાર, આજી જી.આઈ.ડી.સી.ની બાજુમાં, 80 ફૂટ રોડ
18 તાલુકા શાળા રોડ પર પ્રથમ એવન્યુ એપાર્ટમેન્ટ પાસે
18 સરદાર ઈન્ડસ્ટ્રીઝ પાસે 24 મીટર રોડ
18 પટેલ ચોક
18 શ્રધ્ધા 40 ફૂટ રોડ, ડીમાર્ટ પાસે
18 સાઈબાબા સર્કલ
7 રામનાથપરા – 4
1 રામાપીર સર્કલ તથા શીતલ પાર્ક સર્કલ, 150 ફુટ રીંગ રોડ
8 પર્ણકુટી મેઇન રોડ અતિથી ચોક થી મોદી સ્કુ,લ
2 કાશી વિશ્વનાથ પ્લોટ મે.રોડ
2 જામનગર રોડ, ગાયત્રીધામ સોસાયટી
3 શેઠનગર, જામનગર રોડ
7 ટાગોર રોડ હેમુ ગઢવી હોલ પાસે
7 ડો.યાજ્ઞિક રોડ, જાગનાથ પ્લોટ મહાકાળી મંદિર રોડ અજય એપાર્ટમેન્ટ પાસે
7 ગાંધી મ્યુઝિયમ સામેના ભાગમાં પંચનાથ પ્લોટ મે.રોડ, ગેલેકસી કોમ્પલેક્ષ કિરણ ઇલેકટ્રીક પાસે
17 નારાયણનગર, ઢેબર રોડ આરોગ્ય કેન્દ્ર
17 ઢેબર કોલોની ગાયત્રી મે. રોડ પે યુઝ ટોયલેટ પાસે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *