બસપોર્ટમાં બેકાબૂ બસે સગીરને ઠોકરે ચડાવી ગ્રીલ તોડી નાખી

શહેરમાં એસ.ટી.બસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માત સર્જાયાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં નાના મવા મેઈન રોડ પર મેઘપાયાનગરમાં…

શહેરમાં એસ.ટી.બસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માત સર્જાયાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં નાના મવા મેઈન રોડ પર મેઘપાયાનગરમાં રહેતો પરિવાર સુરેન્દ્રનગર લૌકીક ક્રિયા જવા એસ.ટી.બસ સ્ટેશને પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોતો હતો ત્યારે એસ.ટી.બસના ચાલકે કાબુ ગુમાવતાં સગીરને ઠોકરે ચડાવી ગ્રીલ તોડી નાખી હતી. સગીરને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં નાનામવા મેઈન રોડ પર રાજનગર પાસે આવેલા મેઘમાયાનગરમાં રહેતાં ઉમીન મહેશભાઈ સોલંકી નામનો 16 વર્ષનો સગીર સવારના સમયે એસ.ટી.બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ નં.10-11 પર હતો ત્યારે રાજકોટ મુંદ્રા એસ.ટી.બસના ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં ઉમીન સોલંકીને હડફેટે લીધો હતો. સગીરને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ઉમીન સોલંકી ધો.10માં અભ્યાસ કરે છે અને પિતા મહેશભાઈ સોલંકી, માતા દક્ષાબેન સોલંકી અને ભાઈ ધાર્મિક સોલંકી સાથે સુરેન્દ્રનગર લૌકીક ક્રિયાએ જવા નીકળ્યો હતો ત્યારે એસ.ટી.બસ સ્ટેશન ખાતે બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે બેકાબુ બસે ઠોકરે ચડાવ્યો હતો અને બેકાબુ બનેલી બસે ગ્રીલ પણ તોડી નાંખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *