હિટ એન્ડ રન : નાસ્તો કરી ઘરે પરત ફરતાં યુવકના બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

મવડી ચોક પાસે બનેલી ઘટના : યુવકને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયો શહેરમાં નહેરૂનગર મેઈન રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન રાત્રીના સમયે નાસ્તો કરી…

મવડી ચોક પાસે બનેલી ઘટના : યુવકને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયો

શહેરમાં નહેરૂનગર મેઈન રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન રાત્રીના સમયે નાસ્તો કરી પોતાનું બાઈક લઈ મવડી ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્મતા સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નહેરૂનગર મેઈન રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતો ધ્રુમીલ વિપુલભાઈ ડોડીયા નામનો 21 વર્ષનો યુવાન રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ મવડી બાપાસિતારામ ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો.

હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ધ્રુમીલ ડોડીયા કાર એસેસરીઝમાં કામ કરે છે. દુકાનેથી નાસ્તો કરી રાત્રીના સમયે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *