ગાંધીધામના મીઠીરોહરમાં વાહનના ફિટનેસ ટેસ્ટિંગ માટે કાર્મચારી લાંચ લેતા ઝડપાયો

અહીંના મીઠીરોહર નજીક આવેલા સરકારી માન્યતા પ્રાપ્ત અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં લાંચ રૂૂશ્વત વિરોધી દળે ટ્રેપ ગોઠવીને લાંચ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.…

અહીંના મીઠીરોહર નજીક આવેલા સરકારી માન્યતા પ્રાપ્ત અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં લાંચ રૂૂશ્વત વિરોધી દળે ટ્રેપ ગોઠવીને લાંચ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. વાહનના ફિટનેસ પ્રમાણપત્ર માટે કાયદેસરની ફી ઉપરાંત વધારાના રૂૂા. 2250ની લાંચ સ્વીકારતા ખાનગી કર્મચારીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. નાના-મોટા કોમર્શિયલ વાહનોના ફિટનેસ પ્રમાણપત્ર આપવા તથા રિપાસિંગ માટે ઓનલાઇન કાયદેસરની ફી ઉપરાંત અરજદારો પાસેથી રૂૂા. 1000થી રૂૂા. 10,000 સુધીની વધુ રકમ માગવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.

જ્યાં સેન્ટરમાં હાજર ખાનગી કર્મી એવો વિક્રમસિંહ મનદ્રુપસિંઘ જાટે વાહનની કાયદેસરની ઓનલાઇન ફી રૂૂા. 900 ઉપરાંત કામ કરી આપવાના બદલામાં વધારાના રૂૂા. 2250ની લાંચની માગણી કરી હતી. આ ગ્રાહક પાસેથી અક્ષેપિત કર્મચારીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. દરમ્યાન, રકમ સ્વીકારતાંની સાથે જ આસપાસ ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આ ખાનગી કર્મચારીને લાંચની રોકડ રકમ સાથે સ્થળ પર જ રંગેહાથ પકડી પાડયો હતો અને લાંચની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એ.સી.બી. પી.આઇ. એચ.વી. ચૌધરી તથા ટીમ આ કાર્યવાહીમાં જોડાઇ હતી. આ સફળ ટ્રેપના કારણે આર.ટી.ઓ. કચેરી સાથે સંકળાયેલી એજન્સીઓ તથા વચેટિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *