RMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશે

નવા પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય : હાલ IOCL ડીઝલનો ક્ધઝ્યુમર રેટ રૂ.137.41 પ્રતિ લીટર, ઈંઘઈકનો રીટેઇલ રેટ રૂ.97.72: પ્રતિ લીટર રૂ.39.69 મોંઘું પડતું…

નવા પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય : હાલ IOCL ડીઝલનો ક્ધઝ્યુમર રેટ રૂ.137.41 પ્રતિ લીટર, ઈંઘઈકનો રીટેઇલ રેટ રૂ.97.72: પ્રતિ લીટર રૂ.39.69 મોંઘું પડતું હોય ફરીથી ટેન્ડર કરવા સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય

ક્ધઝ્યુમર રેટ ઔદ્યોગિક એકમોને જ લાગુ પડે, મનપા સ્વાયત સંસ્થાને લાગુ ન પડે તેનું જ્ઞાન મનપાને હવે રહી રહીને થયું!! રિટેઇલ રેટ મુજબ કઇ કંપની પાસેથી ડીઝલ-પેટ્રોલ ખરીદવું તેનો નિર્ણય કમિશનર પર છોડતી સ્ટેન્ડિંગ કમિટી

 

રાજકોટની જનતા તેના પરસેવાની કમાણીમાંથી મહાનગરપાલિકાને ચુકવતા ટેક્સનો મોટાભાગનો ધુમાડો કોર્પોરેશનના વાહનના ઇંધણ પાછળ થઇ જાય છે. તેની પાછળનુ એક કારણ એ છે કે, સામાન્ય રીતે ડિઝલનો પ્રતિલીટર હાલનો રીટેઇલ ભાવ રૂૂ.97.72 છે. જ્યારે મનપાના વાહનોમાં જ્યાથી ડિઝલ પુરવામા આવે છે તે ક્ધઝ્યુમર પમ્પનો રેટ પ્રતિલિટર રૂૂ.137.41 છે. એ ગણતરીએ મનપાને એક લિટર રૂૂ.39.69 મોંઘુ પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાસીઓને પેટ્રોલ-ડિઝલ સહિતના ઇંધણમાં કરકસર કરવા અનુરોધ કર્યો છે તેના પગલે મનપાએ ક્ધઝ્યુમર રેટથી ખરીદાતા ડિઝલ પર બ્રેક મારી નવા ભાવે કરાર કરવા માટે આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં ચેરમેન પરેશભાઇ પીપળિયાએ નિર્ણય કર્યો હતો. રિટેઇલ ભાવ મુજબ કઇ કંપની પાસેથી ડિઝલ ખરીદ કરવુ તે વહીવટી નિર્ણય મ્યુનિ.કમિશનર પર છોડવા માટેનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીએ લીધો છે.

રાજકોટ મનપાના નવા પદાધિકારીઓની આજે પ્રથમ સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ મળી હતી. 24 દરખાસ્તનો એજન્ડા હતા. પરંતુ એજન્ડા બહારની ત્રણ અરજન્ટ દરખાસ્ત સહિત 29 દરખાસ્તનો નિર્ણય ચેરમેન પરેશભાઇ પીપળિયાના અધ્યક્ષસ્થાને લેવામા આવ્યો હતો. નવા પદાધિકારીના પદગ્રહણના દિવસે જ મેયર ડો.નેહલ શુક્લએ હોદો સંભાળતાની સાથે જ મીડિયાને આપેલા એક ટુંકા ઇન્ટરવ્યુહમાં સૌથી પહેલો લક્ષ્ય એ વ્યક્ત કર્યો હતો કે, મનપા ઉપર હાલ પેટ્રોલ-ડિઝલના ખર્ચનું જે ભારણ છે તેમા કરકસર કરવામા આવશે.

આ લક્ષ્ય પુરો કરવા પ્રથમ જ સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં મેયર ડો.નેહલ શુકલના અભિગમ સાથે સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, નેતા હિરેનભાઇ ખીમાણિયા અને દંડઘ સંજયસિંહ રાણા તથા કમિટીના સભ્યોએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો હતો કે, મનપા દ્વારા હાલ જે પેટ્રોલ પમ્પ પરથી ક્ધઝ્યુમર રેટથી ડિઝલ ખરીદવામા આવે છે તે મોંઘુ પડતુ હોય નવેસરથી ભાવ મગવવા ટેન્ડર પ્રક્રિયા કરવામા આવશે. ડિઝલનો ક્ધઝ્યુમર રેટ માત્ર ઔદ્યોગિક એકમોને જ લાગુ પડે છે. મહાનગરપાલિકા એ તો સ્વાયત સંસ્થા છે. પ્રજાના ટેક્સમાંથી ચાલતી હોય રિટેઇલ રેટ મુજબ પણ ખરીદી કરી શકે છે. આ જ્ઞાન મનપાને આજે આટલા વર્ષો પછી આવ્યુ છે. એ મુજબ રિટેઇલ રેટથી કઇ પેટ્રોલિયમ કંપની પાસેથી ઇંધણ ખરીદવુ તેનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીએ મ્યુનિ.કમિશનર ઉપર છોડ્યો છે.

સોરઠિયાવાડી બગીચાને મિનિ રેસકોર્સ ગાર્ડન, શેઠ હાઇસ્કૂલ સામે AC કોમ્યુ. હોલ, ફાયર સ્ટેશન માટે લીલીઝંડી
સોરઠિયાવાડી સર્કલના બગીચાનુ નવીનીકરણ કરવા માટે રૂૂ.3 કરોડ 10 લાખ 70 હજારનો ખર્ચ સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કર્યો છે. અહીં રેસકોર્સની જેમ થીમબેઇઝ પ્લાન્ટેશન, અન્ડર ગ્રાઉન્ડ ટાંકો, ચોકીદાર માટે ઓરડી, નવા પ્લાન્ટેશન, મ્યુઝિક સિસ્ટમ, જોગર્સ ટ્રેક સહિતના કામ થવાના છે. જ્યારે શેઠ હાઇસ્કુલ સામે નવો એરક્ધડીશન કોમ્યુનિટી હોલ અને ગ્રાઉન્ડ પ્લસ સાત માળનું સ્ટાફ ક્વાર્ટર સાથેનુ નવી ફાયર સ્ટેશન બનાવવા માટે સ્ટેન્ડીંગ કમિટીએ લીલીઝંડી આપી છે.

રેસકોર્સ રિંગ રોડ ફરતે કાર્નિવલ જેવી ડેકોરેટીવ લાઇટ મૂકવાની દરખાસ્ત પેન્ડિંગ
રેસકોર્સ રિંગરોડ એ રાજકોટવાસીઓની જાન છે. શહેરની શાન છે. માત્ર વારે-તહેવારે જ નહીં પણ બારેમાસ શહેરીજનો રિંગરોડની પાળીએ બેસીને ઘડી-બેઘડી આનંદની પળો માણે છે. દીવાળી કાર્નિવલ પર રિંગરોડ-1 જે રીતે ઝગમગી ઉઠે છે તેવી જ ડેકોરેટીવ લાઇટના વાઘા કાયમ માટે પહેરાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં આવી હતી. તેના માટે રૂૂ.2.88 કરોડના ખર્ચની મંજૂરી માગવામા આવી હતી. 3 કિ.મી.ના રીંગ રોડ ફરતેના સર્કલ, ડિવાઇડર, સીટીંગ, અલગ અલગ 11 સ્પોર્ટસ સંકુલો સાથેના પ્રવેશદ્વાર વગેરે તમામ કામગીરી પણ કરવાની છે. આ કામ સુરતની ન્યુ વોટર વર્લ્ડ કંપનીએ ર.30 કરોડ અને મે.રાદડીયા પરેશ કે. એજન્સીએ 3.ર3 કરોડના ભાવ આપ્યા હતા. જેમાં સુરતની એજન્સીના ભાવ નીચા લાગતા ર.30 કરોડના ખર્ચે કામ આપવા માટેની દરખાસ્ત હતી. આ કામ હાલ પેન્ડીંગ રાખવામા આવી છે. પેઝન્ટેશન નિહાળ્યા બાદ આગળનો નિર્ણય કરવામા આવશે તેમ સ્ટે.ચેરમેન પરેશ પીપળિયાએ કહ્યુ હતુ.

જૂના પદાધિકારીઓનો દાવ લેવાનું શરૂ, મામકાઓના ‘કામ’ને પણ બ્રેક
‘ખાસ’ ઇન્ચાર્જ સેક્રેટરીની થશે હકાલપટ્ટી, ‘અંગત મિત્ર’ના જિમ્નેશિયમને ફરીથી કોન્ટ્રાક્ટ આપવાનું નામંજૂર
મનપાની ગત ટર્મમાં સુપર મેયર તરીકે છેલ્લા અઢી વર્ષ સુધી શાસન ચલાવનાર ‘કી-મેકર’ એવા એક પદાધિકારીનો દાવ કાઢવાનું નવા સુકાનીઓએ શરૂૂ કર્યુ હોવાની ચર્ચા આજે પ્રથમ સ્ટેન્ડીંગ કમિટી બાદ વહેતી થઇ છે. થયુ એવુ કે, ગત ટર્મમાં ‘કી-મેકર’ પદાધિકારીએ વર્તમાન એવા એક ટોચના પદાધિકારીનો કાંટો કાઢવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કર્યા છે. આ ટોચના પદાધિકારી એ વખતે સ્ટેન્ડીંગ કમિટીના માત્ર એક સભ્ય જ હતા. એ વખતે સતત ત્રણ જનરલ બોર્ડમાં તે હાજર ન હોવાથી ગેરલાયક ઠેરવવા માટે ઇન્ચાર્જ સેક્રેટરીએ બારોબાર જ મ્યુનિ.કમિશનરને દરખાસ્ત મોકલી દીધી હતી. ઇન્ચાર્જ અધિકારી ગત ટર્મના ‘કી-મેકર’ પદાધિકારીના મતવિસ્તારમાં વોર્ડ ઓફિસર હતા ત્યાથી ઉઠાવીને તેને સીધા જ ઇન્ચાર્જ સેક્રેટરી બનાવી દેવાયા હતા. હવે જ્યારે મનપામાં વાતાવરણ પલ્ટાયુ છે. કી-મેકર અન્ય કોઇ આવી ગયા છે. જૂના પદાધિકારીનો દાવ કાઢવા માટે ઇન્ચાર્જ અધિકારી ધવલ જેશરિયાને હટાવીને રૂૂપારેલિયાને ફરીથી ચાર્જ સોંપવા માટેની એક અરજન્ટ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂર કરવામા આવી છે. જૂના કી-મેકર પદાધિકારીનો દાવપેચ કાઢતી અન્ય એક દરખાસ્ત એ હતી કે, કાલાવડ રોડ અને પેડક રોડ પરના સ્વીમીંગ પુલમાં જિમ્નેશિયમનો કોન્ટ્રાક્ટ કેન્સ નામની એજન્સી પાસે હતો. કેન્સ પેઢી પણ જૂના કી-મેકરનો અંગત મિત્રની હોવાનું કહેવાય છે. કેન્સને જ ફરીથી પાંચ વર્ષ માટે જીમનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ વર્તમાન સુકાનીઓની સ્ટેન્ડીંગ કમિટીએ ફગાવી દીધી હતી.

શહેરને હરિયાળુ બનાવવા સંસ્થા પાસેથી 18.88 લાખના ખર્ચે ‘સલાહ’ લેવાનું પેન્ડિંગ
રાજકોટ મહાપાલિકા દ્વારા અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવામાં આવનાર છે. આ નીતિ કરવાના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા ઇકલી એજન્સીને 18.88 લાખના ખર્ચે કામ આપવા દરખાસ્ત મુકવામાં આવી છે.આ નીતિ બનાવવા માટે બીજી એજન્સી ઓરનેટ ગેરલાયક ઠરતા સાઉથ એશીયા ઇકલીને કામ આપવા ટેન્ડર મૂલ્યાંકન સમિતિએ અભિપ્રાય આપ્યો હતો. તેના પરથી જીએસટી સહિત આ એજન્સીને રીપોર્ટ બનાવવા 18.88 લાખના ખર્ચે કામ આપવાની દરખાસ્ત હતી. વધુ અભ્યાસ માટે આ દરખાસ્ત પેન્ડીંગ રાખવામા આવી છે.

રજૂ થયેલા અન્ય કામની દરખાસ્ત
વોર્ડ નં.4મા જુદી જુદી સોસાયટીમાં પેવીંગ બ્લોક નાખવા રૂૂ.2,99,20,172 મંજૂર
આમ્રપાલી અને રેલનગર અન્ડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે પમ્પીંગ સ્ટેશનના મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવા 29 લાખ ખર્ચાશે
વોર્ડ નં.6, 4, 5 અને 15માં સુલભ શૌચાલય બનાવવામા આવશે
વોર્ડ નં.18માં સુમંગલ, બાલાજી, ન્યુ સોમનાથ, એટલાસ, ધ્વની, ક્લાસિક સહિત વિવિધ ઔદ્યોગિક વસાહતમાં મેટલ રોડ બનાવવા રૂૂ.2 કરોડ 42 લાખ 30નો ખર્ચ મંજૂર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *