ગોંડલના સોખડામાં 3 બાળકોના તળાવમાં ડૂબી જતા મોત

ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના પરિવારના બાળકો કાંઠે રમતા રમતા પાણીમાં ડૂબી ગયા, રેસ્કયુ માટે સરપંચ દોડયા પરંતુ સમયસર બચાવી ન શકયા ગોંડલ તાલુકાના સેમડા…

ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના પરિવારના બાળકો કાંઠે રમતા રમતા પાણીમાં ડૂબી ગયા, રેસ્કયુ માટે સરપંચ દોડયા પરંતુ સમયસર બચાવી ન શકયા

ગોંડલ તાલુકાના સેમડા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગામના તળાવ કાંઠે રમતા રમતા પાણીમાં પડી જવાથી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે સદ્નસીબે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો છે. એકસાથે ત્રણ-ત્રણ બાળકોના મોતથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સેમડા ગામે રહીને ખેતમજૂરી કરી પોતાનું ઘર ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારોના બાળકો તળાવ કાંઠે રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

તળાવની નજીક જ વાડી ધરાવતા ગામના સરપંચ નીરુભા જાડેજાને આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત દોડી ગયા હતા. તેમણે તાત્કાલિક બાળકોને બહાર કાઢી ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય માસૂમોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા બાળકોમાં મૂળ મછરાજર (એમ.પી.)નો 6 વર્ષીય અર્જુન ભુરાભાઈ બાબરીયા, મૂળ છોરા (એમ.પી.)નો 6 વર્ષીય લખન કરસનભાઈ ડામોર અને તેની 3 વર્ષની સગી બહેન લક્ષ્મી કરસનભાઈ ડામોરનો સમાવેશ થાય છે. રોજીરોટી કમાવવા માટે વતનથી દૂર આવેલા આ ગરીબ પરિવારોના આંગણામાંથી એકસાથે ત્રણ માસૂમોની ચિરવિદાય થતાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *