ભગવાન શિવનો સાક્ષાત્કાર કરનાર મહિલાનો પર્દાફાશ કરતું જાથા

વડાપ્રધાન બનવાની અને ભૂત-ભવિષ્યની વાતો કરનાર મહિલાએ જાહેરમાં માફી માંગી: સમગ્ર ઘટના બોગસ સાબિત થઇ જામનગરની મહિલા મમતાબેન નિંજનાબેન પ્રકાશચંદ્ર દવેને શિવજીના બદલે ભારત જન…

વડાપ્રધાન બનવાની અને ભૂત-ભવિષ્યની વાતો કરનાર મહિલાએ જાહેરમાં માફી માંગી: સમગ્ર ઘટના બોગસ સાબિત થઇ

જામનગરની મહિલા મમતાબેન નિંજનાબેન પ્રકાશચંદ્ર દવેને શિવજીના બદલે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમનો સાક્ષાત્કાર થવાથી સમગ્ર ઘટના માનસિક ભ્રમ સાથે બેબુનિયાદ બોગસ સાબિત થયું હતુ. શિવજીનો સાક્ષાત્કાર સાબિત કરી ન શકતા કબુલાતનામું સાથે જાહેરમાં માફી માંગી લેતા સમગ્ર મામલો થાળે પડયો હતો. સીટી ’બી’ ડિવીઝન પોલીસ સ્ટેશનની મદદથી જાથાએ 1287 મો સફળ પર્દાફાશ કર્યો હતો.

બનાવની વિગત પ્રમાણે જામનગરમાં સ્વામીનારાયણ નગર, શેરી નં. 2, સૂર્યાભાઈના બંગલાની સામે રહેતી યર્જુવેદી બ્રાહ્મણ મમતાબેન દવેને સપ્ટેમ્બર ર0રર માં બ્રહ્માંડના દર્શન કરતાં ગુજરાતીમાં વાતચીતમાં ભગવાન શિવજીનો સાક્ષાત્કાર થવાની સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પછી પોતે વડાપ્રધાન બનશે. આગામી ચૂંટણીમાં ગુજરાત સરકાર હારી જશે અને પોતે 24 કલાકમાં પ્રાણપ્રશ્નો ઉકેલી શકશે. માઈક્રો પ્લાનીંગથી દેશને સુપર પાવર બનાવશે. અમેરિકાથી ભારત આગળ આવી શકશે, સાડા ત્રણ વર્ષની સાધના-તપથી ભ્રષ્ટાચાર નાબુદી કરશે. પોતાની અહિંસક સત્યાગ્રહ પાર્ટીમાં સદસ્યતા માટે 51,000/- સદસ્યતા ફંડ આપવું પડશે. પોતાની સાથે વાતચીત કરવા માટે રૂૂા. 1,001/- થી રૂૂા. 5,001/- ની ફી નું ધોરણ નક્કી કરવામાં આવ્યું. પોતાના શરીરમાં 114 પ્રકારની મુદ્રા-ચિહ્નો સ્થાપિત થઈ ગયા છે, પોતે ભૂત-ભવિષ્ય જાણી શકે છે. રિવર્સમાં જવાની ક્ષમતા ધરાવે છે. લોકો કરોડપતિ કેમ થઈ શકે તેવી પ્લાનીંગ શક્તિ ધરાવે છે. દેશમાં અરાજકતા, અશાંતિ, બેરોજગારી, ભ્રષ્ટાચારના કારણે રાજકારણ પસંદ કરેલું છે. શિવજી સિવાય કોઈપણને ભગવાનમાં માનતી નથી. શિવજી પામવા 112 પ્રકારના રસ્તાઓ છે.

આ પ્રકારના અનેક મુદ્દાઓ ઉપર વિવાદાસ્પદ ઉચ્ચારણો ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર જોવા મળે છે. પોતાને દરરોજ હજારો મોબાઈલ આવે છે, ઊંઘવાની તકલીફ પડતી હોય રૂૂપિયાનો ચાર્જ નક્કી કર્યો છે. રાજયમાં મમતાબેન ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. વિજ્ઞાન જાથાના કાર્યાલયે મોબાઈલ ઉપર અસંખ્ય લોકોએ સત્યનું ઉજાગર કરવાની વાત કરી હતી. ભવિષ્યમાં સાક્ષાત્કાર રૂૂપિયા કમાવવાનું ગતકડું બની ન જાય તેવી હકિકત મુકી હતી. અંધશ્રદ્ધા ભ્રમ ફેલાવે છે તેવી હકિકત મુકી હતી. તેથી જાથાએ ખરાઈ કરવા ભાનુબેન શેઠીયા, ભકિતબેન રાજગોર ભાવનાબેન વાઘેલા એડવોકેટને મોકલ્યા હતા. રૂૂબરૂૂ મળવાનો ટાઈમ પછી આખો દિવસ વ્યસ્ત છું બાદ પડોશીઓ, માહિતીની જગ્યાઓ ઉપર પહોંચી ગયા હતા. લોકોને પોતે મંત્રજાપ આપે તેમાં સિદ્ધિ છે. હકિકતમાં ભ્રમ ફેલાવતા હોવાનું બહાર આવ્યું હતું. પર્દાફાશનું નક્કી થયું.

જાથાના ચેરમેન જયંત પંડયા સાથે ’બી’ ડિવીઝન પોલીસ સ્ટાફ મમતાબેનના ઘરે ધસી ગયો. ત્યાં ગ્રાઉન્ડ ફલોર ઉપર ભાઈનો પરિવાર અને ઉપરના માળે રહેતા હોય હાજર થઈ ગયા. પરિચય આપતા ગાડીમાં બેસી ગયા. ’બી’ ડિવીઝને લાવવામાં આવ્યા. જાથાના જયંત પંડયાએ પરિચય આપી ગુન્હો બનતા સબંધી વાત કરી સતત આક્રોશપૂર્વક બોલવું, પોતાની વાત જ સાચીનો હઠાગ્રહ રાખતા હોય કાયદાની વાત કરતા ભાંગી પડયા હતા. રડવાનું અટકાવી શક્યા ન હતા. ભૂલ કબુલી લેવાની તૈયારી બતાવી કબુલાતનામું આપવા.

સ્વૈચ્છાએ તૈયાર થઈ ગયા હતા. જાથાએ લોકો સાથે વાતચીતમાં ક્યા પ્રકારે ગુન્હો બને છે તેની માહિતી આપી હતી. તુરંત પોતાના હાથે લખાણમાં ભ્રમ સંબંધી ગુન્હો બને છે તે ખબર નથી. વાયરલ કરેલ તમામ હકિકત બોગસ-બેબુનિયાદ છે. લોકોની માફી માંગી લીધી હતી. સહી કરી દીધી હતી. જાથાના રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા, ભાનુબેન શેઠીયા, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, સ્થાનિક કાર્યકરોએ ઉત્તમ કામગીરી બજાવી હતી. ’બી’ ડિવીઝન પોલીસ કર્મીઓમાં હેડ કોન્સ્ટે. ઓસમાણભાઈ સુમરા, પો. કોન્સ્ટે. પુર્ણાબા જાડેજા પર્દાફાશમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *