પોપટપરામાં પતિના બાઇક પર બીપીની સારવાર માટે જતા પ્રૌઢા નીચે પટકાતા મોત

શાપરમાં કારખાનામાં પતરા ઉપર સફાઇ કરતી વખતે ગબડી પડેલા શ્રમિકે દમ તોડ્યો શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢાને બીપી વધી જતા પતિના બાઇક પાછળ બેસી હોસ્પિટલે…

શાપરમાં કારખાનામાં પતરા ઉપર સફાઇ કરતી વખતે ગબડી પડેલા શ્રમિકે દમ તોડ્યો

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢાને બીપી વધી જતા પતિના બાઇક પાછળ બેસી હોસ્પિટલે જઇ રહ્યા હતા. ત્યારે પોપટપરા પાસે પ્રૌઢા પતિના બાઇક પરથી પટકાતા મોત નીપજ્યુ હતું. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં રહેતા અંજનાબેન દીપકભાઇ વાઘેલા નામના 52 વર્ષના પ્રૌઢાને રાત્રીના સમયે બીપી વધી જતા પતિ દીપકભાઇ વાઘેલા પોતાના બાઇક પાછળ બેસાડી હોસ્પિટલ લઇ જતા હતા. ત્યારે પોપટપરા પાસે પહોંચતા અંજનાબેન વાઘેલા પતિના બાઇક પરથી નીચે પટકાયા હતા. અંજનાબેનને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

બીજા બનાવમાં શાપરમાં રહેતા અજીતકુમાર યાદવ નામનો 35 વર્ષનો બિહારી યુવાન બે દિવસ પૂર્વે કારખાનામાં પતરા ઉપર ચડી સાફ સફાઇ કરતો હતો. તે દરમ્યાન અકસ્માતે ગબડી પડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયા તેનુ મોત નીપજતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *