સોની વેપારી સહિત વધુ 2ને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સોની વેપારી સહિત વધુ 2ના મોત નીપજ્યા હતા. ગઇકાલે ચાર લોકોનો ભોગ લીધા…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સોની વેપારી સહિત વધુ 2ના મોત નીપજ્યા હતા. ગઇકાલે ચાર લોકોનો ભોગ લીધા બાદ આજે વધુ બેના મોત નીપજતા બે દિવસમાં હૃદયરોગના હુમલાથી છ લોકોના મોત નીપજ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ કેવડાવાડી શેરી નં.8માં રહેતા સોની વેપારી માધવભાઇ પ્રવિણભાઇ ગોરડા (ઉ.વ.37) ગઇકાલે મોડી રાત્રે પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેકથી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર બહેનના એકના એક ભાઇ હોવાનુ અને તેઓ ગુંદાવાડી હોસ્પિટલ પાસે માધવ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા હતા.

તેમના છૂટાછેડા થઇ ગયા છે અને તેમને સંતાનમાં એક દિકરી હોય જે પત્ની પાસે રહેતી હોવાનુ જાણવા મળ્યુ છે. જયારે બીજા બનાવમાં 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે આવેલી શિવધામ સોસાયટી શેરી નં.4માં રહેતા જયશ્રીબેન મનસુખભાઇ નડીયાપરા (ઉ.વ.48)નામના મહિલા આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નીપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતકના પતિ સુથારી કામ કરતા હોવાનુ અને સંતાનમાં એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તબીબો દ્વારા હાર્ટએટેક આવતા મૃત્યુ થયાનુ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *