રામવન પાસે મેલડી માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા: તાળા તોડી 8,700ની મતાની ચોરી

રાજકોટ શહેરના રામવન પાસે આવેલી નવી કિશાન ગૌશાળા નજીક સ્થિત પવિત્ર મેલડી માતાજીના મઢને અજાણ્યા તસ્કરોએ પોતાનો નિશાન બનાવ્યો છે. આ સમગ્ર મામલે ભંગારનો વ્યવસાય…

રાજકોટ શહેરના રામવન પાસે આવેલી નવી કિશાન ગૌશાળા નજીક સ્થિત પવિત્ર મેલડી માતાજીના મઢને અજાણ્યા તસ્કરોએ પોતાનો નિશાન બનાવ્યો છે. આ સમગ્ર મામલે ભંગારનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા બળવંતભાઈ તુલશીભાઈ જરીયા (ઉંમર 54, રહે. લોધેશ્વર સોસાયટી, ગોંડલ રોડ, રાજકોટ) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ચોરીની ઘટનામાં અજાણ્યા તસ્કરો મઢ અને બાજુની ઓરડીમાંથી અંદાજે કુલ રૂૂપીયા 8,700ની કિંમતનો પવિત્ર અને વ્યવસાયિક મુદ્દામાલ ચોરી કરીને રાત્રિના અંધકારમાં ફરાર થઈ ગયા છે.

ફરિયાદી અને તેમના પરિવારે સ્થાનિક સ્તરે આજુબાજુના વિસ્તારમાં તસ્કરો અને ચોરાયેલા સામાનની ઘણી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ સુરાગ કે સંતોષકારક પતો ન મળતા આખરે તેમણે કાયદાનો આશરો લીધો હતો. આજીડેમ પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 305(એ), 331(1), અને 331(2) હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની તપાસનો દોર હાથ ધર્યો છે. આ કેસની સઘન તપાસ આજીડેમ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર રાજેશભાઈ મેર ચલાવી રહ્યા છે. આ ઘટનામાં બે શખ્સોને સંકજામાં લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *