શહેરના થોરાળા, એ-ડિવિઝન, આજીડેમ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનોની સરાહનીય કામગીરી
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે પ્રજાલક્ષી અભિગમ અપનાવીને રાજકોટ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સૂચના અનુસાર, સમગ્ર રાજ્યમાં ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. થોરાળા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. ડોબરીયા તથા લોકરક્ષક નીલેશભાઈ ગઢાદરા દ્વારા ટેકનિકલ સોર્સ અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના પરિણામે અલગ-અલગ અરજદારો દ્વારા સાયબર ફ્રોડના કારણે ગુમાવવામાં આવેલા કુલ રૂૂ. 1,10,120/- ની રકમ મૂળ માલિકોને પરત અપાવવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના સી.ઈ.આઈ.આર. પોર્ટલના અસરકારક ઉપયોગ દ્વારા આ ટીમે વિવિધ સ્થળોએથી ગુમ થયેલા કે ચોરાયેલા કુલ 12 મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત રૂૂ. 3,25,429/- થાય છે, તે શોધી કાઢ્યા હતા. આમ, થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા કુલ રૂૂ. 4,35,549/- નો મુદ્દામાલ રિકવર કરી તેના અસલી માલિકોને સોંપીને પ્રજા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.
તે જ રીતે રાજકોટ શહેરના મધ્યમાં આવેલા ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પણ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયાની ઉપસ્થિતિમાં અને સક્રિય આગેવાની હેઠળ યોજાયો હતો.
આ પોલીસ સ્ટેશનની સાયબર ટીમ અને સ્ટાફના પો.સબ.ઇન્સ. એ.એમ. ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ જયવીરસિંહ ઝાલા, સતીષભાઈ બારડ, જીતુબેન ભુંડીયા, અમ્રુતાબેન તથા હોમગાર્ડ જયેશભાઈ જરીયા દ્વારા રાત-દિવસ મહેનત કરીને મોટી સફળતા મેળવવામાં આવી હતી. તેઓએ સાયબર ક્રાઇમ પોર્ટલ 1930 પર થયેલી ફરિયાદોના આધારે કાર્યવાહી કરીને 11 અરજદારોના ફ્રીઝ થયેલા નાણાં કોર્ટ મારફતે રીફંડ પ્રોસેસ કરાવીને કુલ રૂૂ. 4,37,981/- પરત અપાવ્યા હતા. આ ઉપરાંત, પોર્ટલની મદદથી 20 કિંમતી મોબાઈલ ફોન જેની કિંમત રૂૂ. 5,47,833/- થાય છે તે શોધી કાઢ્યા હતા અને ગુનાના કામે રિકવર કરેલ અન્ય મુદ્દામાલ જેવા કે વાહન, કિંમતી વસ્તુઓ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ 12 લાભાર્થીઓને રૂૂ. 11,61,000/- નો મુદ્દામાલ પરત સોંપ્યો હતો. આમ, ‘એ’ ડીવીઝન પોલીસ દ્વારા કુલ 43 લાભાર્થીઓને રૂૂ. 21,46,814/- ની માતબર રકમનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો.
આ ઝુંબેશમાં આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે પણ ઉમદા કામગીરી બજાવી છે. આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ રાજાભાઈ, લોકરક્ષક હરેશભાઈ જેરામભાઈ ગામી, લોકરક્ષક રાહુલભાઈ લાલજીભાઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મનીષાબેન ચીનાભાઈની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા 14 અરજદારોને તેમના ગુમાવેલા રૂૂ. 4, 74, 243/- પરત અપાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લોકોના ગુમ થયેલા 24 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા જેની કિંમત રૂૂ. 5,08,105/- થાય છે. આટલું જ નહીં, પોલીસે ચોરી ગયેલા 6 વાહનો જેની કિંમત રૂૂ. 2,44,000/-, ચોરાયેલી રોકડ રકમ રૂૂ. 1,78,000/- (બે લાભાર્થીઓ) અને રૂૂ. 1,20,000/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના (એક લાભાર્થી) પણ શોધી કાઢ્યા હતા. આમ, આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા કુલ રૂૂ. 15,29,349/- નો મુદ્દામાલ શોધી કાઢીને તેના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો હતો, જેનાથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
રાજકોટના મવડી મેઈન રોડ પર આવેલા માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા પણ આ ઝુંબેશ હેઠળ પ્રશંસનીય કામગીરી આટોપવામાં આવી છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. કૈલાના કુશળ માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે. ધાંધલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ. જાડેજા, લોકરક્ષક જયભાઈ રસિકભાઈ, તથા મહિલા લોકરક્ષક દિવ્યાબેન દિનેશભાઈ અને મિરાલીબેન કિશોરભાઈની ટીમે સરાહનીય સફળતા મેળવી છે. આ ટીમે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 22 જેટલા અરજદારોને રૂૂ. 4,06,084/- ની રકમ સમયસર પરત અપાવી છે. સાથોસાથ, જાહેર સ્થળો અને ભીડભાડ વાળા વિસ્તારોમાંથી ગુમ થયેલા 15 અરજદારોના 15 મોબાઈલ ફોન સી.ઈ.આઈ.આર. પોર્ટલની મદદથી ટ્રેસ કરીને પરત અપાવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂૂ. 2,25,135/- જેટલી થાય છે.
