રૈયાધારમાં મકાનના ઝઘડામાં યુવાન ઉપર ભાઈ, ભાભી અને ભત્રીજાનો હુમલો

આજી જીઆઈડીસીમાં યુવાનને પાઈપથી લમધાર્યો શહેરના રૈયાધાર વિસ્તારમાં મકાનના ઝઘડામાં યુવાન ઉપર ભાઈ-ભાભી અને ભત્રીજાએ પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર…

આજી જીઆઈડીસીમાં યુવાનને પાઈપથી લમધાર્યો

શહેરના રૈયાધાર વિસ્તારમાં મકાનના ઝઘડામાં યુવાન ઉપર ભાઈ-ભાભી અને ભત્રીજાએ પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ, રૈયાધારમાં ઈન્દીરાનગર ચાર માળીયા કવાર્ટર પાસે રહેતો ગુલાબ જેઠાભાઈ ડોડીયા (ઉ.27) નામનો યુવાન આજે સવારે ઘર પાસે હતો ત્યારે તેના મોટાભાઈ વાલજીભાઈ, ભાભી મંજુબેન અને ભત્રીજા કૃણાલે ઝઘડો કરી પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મકાન બાબતે ઝઘડો ચાલતાં હોય જેમાં હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજા બનાવમાં આજી જીઆઈડીસી વિસ્તારમાં 80 ફુટ રોડ પર માટેલ ચોકમાં રહેતો નાનુભાઈ દિલમોહમદ સૈયદ (ઉ.40) નામનો યુવાન ગઈકાલે સાંજે ઘર નજીક શાકમાર્કેટ પાસે હતો ત્યારે જાવેદ નામના શખ્સે ઝઘડો કરી પાઈપ વડે માર મારતાં તેનું સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *