વિરાટની સેનાએ જીત્યો ગુજરાતનો ગઢ, RCB સતત બીજા વર્ષે ચેમ્પિયન

રસિક સલામદારની 3 વિકેટ, કોહલીની 75 રનની વિજયી અણનમ ઈનિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ને પોતાનો નવો ચેમ્પિયન મળી ગયો. ગઇકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં…

રસિક સલામદારની 3 વિકેટ, કોહલીની 75 રનની વિજયી અણનમ ઈનિંગ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ને પોતાનો નવો ચેમ્પિયન મળી ગયો. ગઇકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બાજી મારી લીધી છે. તેની સાથે જ RCB એ પોતાનો ખિતાબ સફળતાપર્વક ડિફેન્ડ કરી સતત બીજી વાર ચેમ્પિયન બન્યું છે.

બેંગલુરુએ બેક ટૂ બેક આઈપીએલ ટ્રોફી જીતી છે. તેની સાથે જ RCB મુંબઈ (1019,2020) અને ચેન્નઈ સુપરકિંગ્સ (2010,2011)ના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. જેણે સતત બે વાર આઈપીએલ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં આરસીબીના ફાસ્ટ બોલર્સની કમાલ જોવા મળી હતી, ખાસ કરીને રસિક સલામ દારે, જેણે 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ 42 બોવમાં 75 રનની શાનદાર ઈનિંગ રમી. ખાસ વાત એ રહી કે કોહલીએ છગ્ગો મારીને પોતાની ટીમને ખિતાબ અપાવ્યો હતો. તે અંત સુધી નોટ આઉટ રહ્યો.

156 રનના ટાર્ગેટનો પીછો કરતા આરસીબીની ટીમે જોરદાર શરૂૂઆત કરી. વેંકટેશ અય્યરે 16 બોલમાં 32 રન બનાવીને સિરાજનો બોલ પર રબાડાના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ આવેલો દેવદત્ત પડિક્કલ માત્ર 1 રન બનાવીને કગિસો રબાડાની બોલ પર આઉટ થયો. આ રબાડાની આ આઈપીએલમાં 29મી વિકેટ હતી. 89 રન પર આરસીબીની ત્રીજી વિકેટ રજત પાટીદાર (15)ના રૂૂપમાં પડ્યો, તેને રાશિદ ખાને પોતાની પહેલી ઓવરમાં આઉટ કર્યા. તે જ ઓવરમાં તેમણે ક્રુણાલ પાંડ્યાને પણ આઉટ કરીને આરસીબીને ચોથો ઝટકો આપ્યો. આ રીતે મેચ રોમાંચક બની ગઈ.

જો કે વિરાટ કોહલી એક છેડે ટકી રહ્યો અને તેણે 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી, જે તેની આઈપીએલમાં સૌથી ઝડપી ફિફ્ટી હતી. જ્યારે આરસીબીની ટીમ ટાર્ગેટની નજીક હતી ત્યારે ટિમ ડેવિડ (24) અર્શદ ખાનના શિકાર બન્યો. ડેવિડના આઉટ થયો ત્યારે આરસીબીનો સ્કોર 132/5 હતો. તેમ છતાં ત્યારબાદ જિતેશ શર્મા (11 નોટ આઉટ) અને વિરાટ કોહલી (75 નોટ આઉટ)એ પોતાની ટીમને જીત અપાવીને જ ડગઆઉટમાં પરત ફર્યા. ગુજરાત તરફથી રાશિદ ખાન સૌથી સફળ બોલર રહ્યો, તેણે 2 વિકેટ ઝડપી હતી.

ગુજરાત તરફથી માત્ર વોશિંગ્ટન સુંદર (50 નોટ આઉટ) જ ટકીને બેટિંગ કરી શક્યો. ગુજરાતની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી અને તેને પહેલો આંચકો 22 રન પર કેપ્ટન શુભમન ગિલ (10)ના રૂૂપમાં લાગ્યો. ગિલને રજત પાટીદારે જોશ હેઝલવુડની બોલ પર કેચ આઉટ કર્યો. 26ના સ્કોર પર સાઈ સુદર્શન (12) પણ ભુવનેશ્વર કુમારના બોલ પર આઉટ થઈ ગયો હતો.

ત્યારબાદ નિશાંત સિંધુ ટકીને રમી રહ્યો હતો, પરંતુ તે પણ 20 રનના સ્કોર પર રસિક સલામ દારના બોલ પર દેવદત્ત પડિક્કલના હાથે કેચ આઉટ થઈ ગયો. સિંધુના આઉટ થયો ત્યારે ગુજરાતનો સ્કોર 55/3 થયો. ગુજરાતનો ચોથો વિકેટ જોસ બટલર (19)ના રૂૂપમાં પડ્યો, ત્યારે ગુજરાતનો સ્કોર 73 હતો. આ મુકાબલામાં ગુજરાતની સ્થિતિ ’તું ચલ મેં આયા’ જેવી જ રહી. પાંચમો વિકેટ અર્શદ ખાનનો પડ્યો, જેઓ 6 બોલમાં 15 રનની સ્લોગિંગ બેટિંગ કરીને આઉટ થયા. અર્શદના આઉટ થતાં ગુજરાતનો સ્કોર 99/5 થયો. ત્યારબાદ આવેલો રાહુલ તેવતિયા પણ 7 રન બનાવીને આઉટ થયો, જે ગુજરાતનો છઠ્ઠો વિકેટ હતો. સાતમી વિકેટ જેસન હોલ્ડરની પડી હતી, જે 7 રન બનાવીને ભુવનેશ્વર કુમારના શિકાર બન્યા. આ રીતે ભુવનેશ્વરે આઈપીએલમાં પોતાના 28 વિકેટ પૂરા કર્યા. ગુજરાતના છેલ્લા આઉટ થનારા બેટ્સમેન રાશિદ ખાન હતા, જેમણે 7 રન બનાવ્યા.

ગત વર્ષે જીતની ઉજવણીમાં માર્યા ગયેલા નિર્દોષ બાળકોના પરિવારને જીતની ટ્રોફી સમર્પિત કરતાં કેપ્ટન રજત પાટીદાર
ટાઇટલ મેચ જીત્યા બાદ યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે કેપ્ટન રજત પાટીદારને આ મોટી જીત અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે, ’અમે આ ટ્રોફી અમારા માત્ર ચાહકોને જ નહીં, પરંતુ ગયા સિઝનમાં બેંગલુરુ નાસભાગ (દુર્ઘટના)માં જીવ ગુમાવનારા નિર્દોષ બાળકોના પરિવારના સભ્યોને સમર્પિત કરીએ છીએ.’ કેપ્ટનના આ નિર્ણયે સ્ટેડિયમમાં હાજર હજારો પ્રશંસકોના દિલ જીતી લીધા હતા. કેપ્ટન રજત પાટીદારે પોતાની કેપ્ટનશીપની સફળતાનો શ્રેય ટીમના સિનિયર ખેલાડીઓને આપતા જણાવ્યું હતું કે, ’મેદાન પર અને વ્યૂહરચના ઘડવામાં મને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક તરફથી ઘણી મદદ અને અવનવા વિચારો મળ્યા છે. વિરાટ ભાઈની ટીમમાં હાજરી જ યુવાનો માટે મોટો આત્મવિશ્વાસ છે. જ્યારે પણ ટીમનો કોઈ યુવા ખેલાડી દબાણની સ્થિતિમાં નર્વસ (ગભરાટ) અનુભવે છે, ત્યારે તે સીધો વિરાટ કોહલી પાસે માર્ગદર્શન મેળવવા પહોંચી જાય છે.

વૈભવ છવાયો, 5 એવોર્ડ, 40 લાખ, એક કાર અને ઓરેન્જ કેપ જીતી
ગુજરાતના કાગીસો રબાડાએ મેળવી પર્પલ કેપ
વૈભવ સૂર્યવંશીએ 5 એવોર્ડ, ₹40 લાખ અને એક કાર અને ઓરેન્જ કેપ મેળવી હતી. વ્યક્તિગત એવોર્ડ કેટેગરીમાં, 15 વર્ષીય રાજસ્થાનના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ કાર્યવાહીમાં પ્રભુત્વ મેળવ્યું. તેણે સિઝન દરમિયાન સૌથી વધુ રન – 776 – બનાવીને ઓરેન્જ કેપ ટાઇટલ મેળવ્યું. વધુમાં, તેને કુલ 5 એવોર્ડ મળ્યા, જેમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર અને સિઝનનો સુપર સ્ટ્રાઇકરનો સમાવેશ થાય છે. આ પ્રશંસાથી તેને ₹40 લાખ અને એક કાર મળી. દરમિયાન, ગુજરાતના કાગીસો રબાડાએ 29 વિકેટ લઈને પર્પલ કેપ મેળવી છે.

RCB ને 20 કરોડ અને GTને મળ્યા 13 કરોડ
પ્લેઓફમાં સામેલ થનારી બન્ને ટીમોને પણ મળી માતબર રકમ
IPL 2026ના ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB )એ ગુજરાત ટાઇટન્સને હરાવીને ખિતાબ જીતી લીધો છે. આ RCB કુલ બીજી ટ્રોફી છે. આ જીતની સાથે જ RCB એ એક મોટી રકમ પર કબજો કર્યો છે. RCB એ ટ્રોફી જીતવા બદલ ઇનામ તરીકે 20 કરોડ રૂૂપિયા મળ્યા છે. જ્યારે ગુજરાત ટાઇટન્સને 13 કરોડ રૂૂપિયાથી સંતોષ માનવો પડ્યો છે. વર્ષ 2008માં વિજેતા ટીમ માટે પ્રાઇઝ મની માત્ર 4.80 કરોડ રૂૂપિયા હતી. 2014-15 દરમિયાન આ વધીને 15 કરોડ રૂૂપિયા થઈ ગઈ અને હવે આ રકમ 20 કરોડ રૂૂપિયા છે. IPL પ્લેઓફમાં સામેલ થનારી બાકીની બે ટીમોને પણ સારી એવી રોકડ ઇનામી રકમ મળી છે. ક્વોલિફાયર 2માં હારનારી રાજસ્થાન રોયલ્સની ટીમને 7 કરોડ રૂૂપિયા મળ્યા છે. એલિમિનેટરમાં બહાર થનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 6.5 કરોડ રૂૂપિયા મળ્યા છે. જે ફ્રેન્ચાઇઝીઓ પાંચમાથી દસમા સ્થાન વચ્ચે રહી છે, તેમને કોઈ પ્રાઇઝ મની નહીં મળે. જો કે, તેમને બ્રોડકાસ્ટિંગ ડીલ, સ્પોન્સરશિપથી થનારી કમાણી અને ટિકિટોના વેચાણમાંથી રેવન્યુ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *