મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા ઉપર દરોડા

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે ત્રણ સ્થળે દરોડા પાડયા, રૂા.4.60 કરોડનો મુદ્દામાલ કબજે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા રેન્જ આઈજી નિર્લિપ્ત…

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે ત્રણ સ્થળે દરોડા પાડયા, રૂા.4.60 કરોડનો મુદ્દામાલ કબજે

ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાને પગલે રેન્જ આઈજીની ટીમે મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લામાં દરોડા પાડી વિસ્તારની 3 ત્રણ જગ્યાએથી રેતી નુ ગેરકાયદેસર ખનન પકડી પાડી રૂૂ.4.60 કરોડનો મુદ્દામાલ કબજે કરવમાં આવ્યો છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જની ટીમને મળેલ ચોકકસ હકિકત આધારે મોરબી જિલ્લાના અમરેલી ગામની સીમમાં બાયપાસ નજીક મચ્છુ નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતી વોસીંગની પ્રવુતિ કરતા શખ્સોને ત્યાં દરોડા પાડી ત્યાંથી ડમ્પર ત્રણ જે.સી.બી. એક મળી કુલ રૂૂ.1.10 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉપરાંત બીજા દરોડામાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના જાખણ ગામેથી મહાવિરસિંહ રાણા દ્વારા ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનુ ખનન ઉપર દરોડો પાડી ડમ્પર – બે, હીટાચી – એક મળી કુલ રૂૂ.1 કરોડાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રીજા દરોડા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના બોડીયા ગામની સીમમાંથી ગેરકાયદેસર રેતીનુ ખનન કરી વોસીંગ પ્લાન્ટ ચલાવતા ભરતભાઇ ભરવાડને ત્યાં દરોડા પાડી ત્યાંથી આઠ જેટલા લોડર/ડમ્પર મળી મળી કુલ રૂૂ.2.50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કુલ ત્રણ દરોડામાં 13 જેટલા લોડર/ડમ્પર સાથે બે હિટાચી/જેસીબી મળી કુલ રૂૂ.4,60 કરોડનો નો મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજ ના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ મુદ્દામાલને પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી રેન્જની ટીમના પી.આઈ અપૂર્વ પટેલ સાથે પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, અનિરુધ્ધસિંહ જાડેજા, અતુલભાઇ ડાભી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસંગ પરમારે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *