રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરાયું હતું. આજે કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લામાંથી આવેલા અરજદારોની 17 અરજીઓનું સકારાત્મક નિરાકરણ કરાયું હતું. જેમાં ઉપલેટા ખાતે ગેરકાયદે ચાલતી ડાલ્ડા ઘીની ભઠ્ઠીને સીલ મારવા, કોટડા સાંગાણીના રામપરા ગામના ગૌચરની જમીન અને સાર્વજનિક પ્લોટ પરના દબાણ દૂર કરવા સહિતની અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરાયું હતું.
કુલ 41 અરજદારઓએ વ્યક્તિગત અને જનહિતનાં પ્રશ્નો સંદર્ભે અરજી કરી હતી. જે પૈકી 25 અરજદારો આજે સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમમાં ગેરહાજર રહેલા અરજદારઓની અરજીઓની સમીક્ષા કરી, તેનું નિરાકરણ લાવવા સંબંધિત વિભાગનાં અધિકારીઓને જિલ્લા કલેકટરએ જરૂૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં હાજર રહેલા અરજદારઓને રૂૂબરૂૂ સાંભળી તેમની અરજીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
