જૂનાગઢમાં શોરૂમે સર્વિસમાં મુકેલી કાર બહાર ફરતી જોઇ યુવાનને હાર્ટએટેક આવ્યો, મોત

જૂનાગઢમાં ટાટા મોટર્સના શોરૂૂમની ગંભીર બેદરકારીના કારણે 40 વર્ષીય કાર માલિક અસલમ શેખનું હાર્ટ એટેક આવવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સર્વિસ…

જૂનાગઢમાં ટાટા મોટર્સના શોરૂૂમની ગંભીર બેદરકારીના કારણે 40 વર્ષીય કાર માલિક અસલમ શેખનું હાર્ટ એટેક આવવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સર્વિસ અને વીમાના કામ માટે શોરૂૂમમાં મૂકેલી ફોર વ્હીલ કાર અન્ય એક અજાણ્યો શખ્સ રાત્રિના સમયે રોડ પર ચલાવી રહ્યો હોવાની જાણ થતાં કાર માલિક આઘાતમાં સરી પડ્યા હતા.

કારનો કબજો મેળવી જ્યારે તેઓ શોરૂૂમ ખાતે પહોંચ્યા, ત્યારે ત્યાં થયેલી તકરાર અને ગભરામણના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. મૃત્યુના 14 દિવસ બાદ તમામ અંતિમવિધિ પૂર્ણ કરી ન્યાયની માંગ સાથે પીડિત પરિવાર આજે ફરી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ટાટા શોરૂૂમે પહોંચ્યો હતો.

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે મૃતક અસલમ શેખે પોતાની ટાટા અલ્ટ્રોઝ કાર ગત 7 મે 2026ના રોજ જૂનાગઢ ટાટા શોરૂૂમમાં સર્વિસ અને બોડી કલરના કામ અર્થે મૂકી હતી, જ્યાં તેમને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, 14 મે 2026ના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ અસલમભાઈના ભાઈ રિઝવાન સૈયદ અને પરિવારજનોએ આ કારને શોરૂૂમની બહાર ભવનાથ રોડ પર અન્ય એક વ્યક્તિ ચલાવી રહ્યો હોવાની સ્થિતિમાં જોઈ હતી.

પરિવારજનો તાત્કાલિક તે વ્યક્તિ પાસેથી કારનો કબજો મેળવી રાત્રે સાડા બાર વાગ્યે ટાટા શોરૂૂમ પર પહોંચ્યા હતા. કારને બહાર ફેરવવામાં આવતા તેમાં નુકસાની પણ થઈ હોવાનું બહાર આવ્યું હતું. શોરૂૂમ પર પહોંચીને જ્યારે અસલમભાઈ અને તેમના ભાઈએ ગાડી બહાર હોવા અંગે પ્રશ્નો પૂછ્યા, ત્યારે શોરૂૂમના જવાબદાર અધિકારીએ સંતોષકારક જવાબ ન આપતા પોતાની કોઈ જવાબદારી ન હોવાનું કહી ’તમારે જે કરવું હોય તે કરો’ તેવો લૂલો બચાવ કર્યો હતો.

આ વાતનો ઊંડો આઘાત લાગતા અસલમભાઈને શોરૂૂમની અંદર જ તીવ્ર ગભરામણ થવા લાગી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. શોરૂૂમના કર્મચારીઓ પોતાની ગાડીમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (ઈઈઝટ) ફૂટેજ પણ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *