રાજુલાની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં જટિલ ગાંઠનું સફળ ઓપરેશન, 20 વર્ષથી પીડાતા દર્દીને મળી રાહત

રાજુલા શહેરની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં આજે એક જટિલ ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવતા હોસ્પિટલ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. દરદી દેવો ભવ અને દર્દી…

રાજુલા શહેરની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં આજે એક જટિલ ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવતા હોસ્પિટલ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. દરદી દેવો ભવ અને દર્દી એ જ અમારું ભગવાન ના સૂત્ર સાથે શરૂ થયેલી આ હોસ્પિટલ શરૂઆતના દિવસથી જ લોકોમાં વિશ્વાસનું કેન્દ્ર બની છે. હાલમાં પણ દરરોજ અંદાજે 300 થી 400 જેટલા દર્દીઓ અહીં સારવારનો લાભ લઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજુલા નજીક આવેલા વિકટર ગામના રહેવાસી દેવકુભાઈ દામાભાઈ વાઘેલા (ઉં. 45) છેલ્લા અંદાજે 20 વર્ષથી વધુ સમયથી ગાંઠની ગંભીર તકલીફથી પીડાઈ રહ્યા હતા. બાદમાં તેમણે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં તપાસ કરાવતા હોસ્પિટલના અનુભવી અને કાબિલ જનરલ સર્જન ડોક્ટર દ્વારા દર્દીનું નિદાન કરીને ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો.

આ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું ઓપરેશન સફળ થતાં દર્દી તેમજ તેમના પરિવારજનો દ્વારા ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સફળ સર્જરી બદલ હોસ્પિટલની ટીમ, ટ્રસ્ટીઓ તેમજ મેનેજમેન્ટ દ્વારા પણ આ હોસ્પિટલના જનરલ સર્જનને અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *