‘મારા દીકરાને લાવી આપો, તેની માતાની હાલત જોવાતી નથી’ વડોદરાથી ગુમ MBBS છાત્રના પિતાની વેદના

  વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો 21 વર્ષનો સ્ટુડન્ટ 27 એપ્રિલ,2026થી ગુમ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતા માતા-પિતા…

 

વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો 21 વર્ષનો સ્ટુડન્ટ 27 એપ્રિલ,2026થી ગુમ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં રહેતા માતા-પિતા સહિતના પરિવારજનો છેલ્લા એક મહિનાથી દીકરાની શોધખોળ કરી રહ્યા છે. પરિવારજનો દિલ્હી, ઝારખંડ, હરિદ્વાર, ઋષિકેશ, વડોદરા, અમદાવાદ, ગોધરા અને રાજસ્થાનના કોટા સહિતના શહેરોમાં રઝળપાટ કરી, પરંતુ હજુ સુધી દીકરાનો કોઈ પત્તો ન લાગતા પરિવાર હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રહેતો વિદ્યાર્થી વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં ખઇઇજના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થી 26 એપ્રિલના રોજ તેના ઘરેથી વડોદરા આવ્યો હતો. તે દિવસે તેને પિતાને ફોન કરીને કહ્યું હતું કે, હું વડોદરા પહોંચી ગયો છું. 27 એપ્રિલના રોજ પણ માતાને પુત્ર સાથે છેલ્લી વાર વાત થઈ હતી. જોકે ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે પરિવાર ચિંતિત બન્યો હતો. એકવાર પણ વિદ્યાર્થીએ મોબાઇલ ફોન ચાલુ કર્યો નથી. જેથી પોલીસને પણ તેને શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

પરિવારજનોએ વડોદરા આવી વિદ્યાર્થીના હોસ્ટેલમાં ચેક કરતા તેના રૂૂમને લોક હતું. તેને મિત્રો અને ઓળખીતાઓ પાસેથી પણ કંઈ માહિતી મળી નહીં. વિદ્યાર્થી આઠમાં સેમેસ્ટરમાં ATKT ધરાવતો હતો. જેના વિશે પરિવારને વડોદરા કોલેજમાં આવ્યા બાદ ખબર પડી હતી. 27 એપ્રિલે વડોદરાની સયાજી હોસ્પિટલ સામે આવેલા SBIના ATM પર પૈસા ઉપાડતો પણ જોવા મળ્યો હતો.

ત્યારબાદ તે દિલ્હી ગયો હતો અને 28 એપ્રિલના રોજ બપોરે 2થી 3 વાગ્યાના ગાળામાં તે દિલ્હી રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. જો કે, દિલ્હી રેલવે સ્ટેશન બહારના CCTV 3 કલાક બંધ રહ્યા હતા. જેથી તે કઈ બાજુ ગયો તે જાણી શકાયું નહોતું.

છેલ્લા કેટલાક દિવસોથી પરિવારજનો શહેરમાં વિવિધ સ્થળો અમદાવાદ, ગોધરા, ઝારખંડ, હરીદ્વાર અને ઋષિકેશ સહિત રાજસ્થાનના કોટા જઈને તપાસ કરી હતી. ત્યાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સ્થળોએ ઈઈઝટ ચેક કર્યા પણ કોઈ પત્તો લાગ્યો નથી. વિદ્યાર્થી પાસે માત્ર 17000 રૂૂપિયા હતા. એક મહિનામાં તે પણ પૂરા થઈ ગયા હશે. ત્યારે પરિવાર દીકરા વિશે ખૂબ જ ચિંતિત છે. આ ઉપરાંત વિધાર્થીની આગામી 1 જૂનના રોજ અઝઊંઝની પરીક્ષા પણ છે. પરંતુ ગુમ થઈ જતા તે પરીક્ષા નહીં આપી શકે.વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા એક મહિનાથી મારા દીકરાને શોધી રહ્યા છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રૂૂબરૂૂ મળીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ તુરંત જ વડોદરા શહેર પોલીસ કમિશનરને ફોન કરીને સૂચના આપી હતી કે, આટલા દિવસથી વિદ્યાર્થી ગુમ થઈ ગયો છે. તેને શોધી લાવો, મારે રિઝલ્ટ જોઇએ. મુખ્યમંત્રીએ અમને હૈયાધારણા આપી છે. વડોદરા પોલીસની ટીમ દિલ્હી તપાસ માટે જઈ આવી છે. અમે લોકો અનેક શહેરોમાં જઇને તપાસ કરી આવ્યા છીએ. પરંતુ મારા દિકરાનો કોઇ પત્તો મળ્યો નથી.

વિદ્યાર્થીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાંચને આપવામાં આવે, તો ઝડપથી મારો દીકરો મને મળી શકે. મારો દીકરો ઘરે લાવી આપો. તેની માતાની હાલત મારાથી જોવાતી નથી. અમારો પરિવાર અત્યારે ખૂબ કપરી સ્થિતિમાં છે. દીકરાને બહુ શોધ્યો, પણ કોઈ લિંક મળતી નથી. અમે હવે વૃંદાવન અને મથુરા જઈને પણ તેને શોધવાના છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *