કુકાવાવના ખળખળ ગામે પગથીયા પરથી અકસ્માતે પટકાયેલા આધેડનું મોત

કુકાવાવના ખળખળ ગામે રહેતાં પ્રૌઢા હરિદ્વારની યાત્રા કરી ઘરે પરત ફરે તે પૂર્વે જ પતિ અકસ્માતે પગથીયા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં…

કુકાવાવના ખળખળ ગામે રહેતાં પ્રૌઢા હરિદ્વારની યાત્રા કરી ઘરે પરત ફરે તે પૂર્વે જ પતિ અકસ્માતે પગથીયા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુકાવાવના ખળખળ ગામે રહેતાં વિઠ્ઠલભાઈ સિદીભાઈ વાઘેલા નામના 58 વર્ષના આધેડ બપોરના સમયે પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે પગથીયા પરથી ગબડી પડયા હતાં. આધેડને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડ બે ભાઈ બે બહેનમાં નાના હતાં અને શાકભાજી વહેચી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. મૃતક આધેડને સંતાનમાં બે પુત્ર છે. પત્ની જયાબેન 10 દિવસથી સંઘમાં હરિદ્વારની યાત્રા કરવા ગયા છે અને પત્ની બે દિવસ બાદ પરત આવે તે પૂર્વે જ પતિની અકસ્માતે પડી જવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *