IPL ફ્રેન્ચાઇઝીનું મુલ્ય 18 બિલિયનને પાર

હરિયાણા રમતગમતનું હબ, વિમેન્સ પ્રીમિયર લીગની પણ ધૂમ કમાણી, ‘ફેનેટિક સ્પોટ્ર્સ હુરૂન ઇન્ડિયા’નો રિપોર્ટ જાહેર ભારતીય રમતગમત ક્ષેત્ર હવે માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી રહ્યું,…

હરિયાણા રમતગમતનું હબ, વિમેન્સ પ્રીમિયર લીગની પણ ધૂમ કમાણી, ‘ફેનેટિક સ્પોટ્ર્સ હુરૂન ઇન્ડિયા’નો રિપોર્ટ જાહેર

ભારતીય રમતગમત ક્ષેત્ર હવે માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે એક શક્તિશાળી આર્થિક ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. 19 May 2026 ના રોજ જાહેર થયેલા ’ફેનેટિક સ્પોર્ટ્સ હુરુન ઈન્ડિયા’ના પ્રથમ વ્યાપક રિપોર્ટ અનુસાર, ભારતીય સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી અને ખેલાડીઓના મૂલ્યમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. આ રિપોર્ટમાં ક્રિકેટ સહિત 6 વ્યાવસાયિક લીગ, 59 ટીમો અને 1,323 ચુનંદા ખેલાડીઓનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભારત હવે વિવિધ રમતોને અપનાવતો દેશ બની રહ્યો છે.

રિપોર્ટના સૌથી મહત્વના પાસા મુજબ, ભારતની 10 IPL ફ્રેન્ચાઈઝીનું સંયુક્ત મૂલ્ય 1,63,200 કરોડ રૂૂપિયા (અંદાજે 18 બિલિયન અમેરિકી ડોલર) સુધી પહોંચી ગયું છે. શાહરૂૂખ ખાનની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 19,200 થી 22,500 કરોડ રૂૂપિયાના મૂલ્યાંકન સાથે ભારતની સૌથી મૂલ્યવાન સ્પોર્ટ્સ ટીમ બની છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 18,400 થી 21,700 કરોડ રૂૂપિયાના મૂલ્ય સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. એક IPL ફ્રેન્ચાઈઝીની સરેરાશ કિંમત હવે 1.8 બિલિયન ડોલર છે, જે ઘણી અમેરિકન ગઇઅ અને યુરોપિયન ફૂટબોલ ક્લબો કરતા પણ વધારે છે.

રિપોર્ટમાં પ્રતિભાના ભૌગોલિક વિતરણ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. હરિયાણા 129 ખેલાડીઓ સાથે દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ પ્રોડ્યુસિંગ સ્ટેટ છે, જેમાં 93 ખેલાડીઓ માત્ર કબડ્ડીના છે. સોનીપત અને રોહતક જેવા શહેરો સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ભારતના 84.3% ટોચના ખેલાડીઓ મેટ્રો શહેરોની બહારથી આવે છે. ઓડિશાનું સુંદરગઢ શહેર હોકીના 12 ખેલાડીઓ સાથે હોકીની રાજધાની તરીકે જાણીતું બન્યું છે, જ્યારે કેરળનું કોઝિકોડ ફૂટબોલ અને વોલીબોલ માટે જાણીતું છે.

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) એ મહિલા ક્રિકેટની આર્થિક સ્થિતિ બદલી નાખી છે. સ્મૃતિ મંધાના 13.7 કરોડ રૂૂપિયાની કુલ કમાણી સાથે સૌથી મૂલ્યવાન ભારતીય મહિલા ખેલાડી છે. અન્ય રમતોમાં, સુનીલ છેત્રીએ ISLમાં 76 ગોલ કરીને ઈતિહાસ રચ્યો છે, જ્યારે કબડ્ડીમાં મનિન્દર સિંહ 2,055 પરફોર્મન્સ સ્કોર સાથે સૌથી શક્તિશાળી ખેલાડી છે. ઈરાનનો ફઝલ અત્રાચલી 207 મેચો સાથે કબડ્ડીનો સૌથી સફળ વિદેશી ખેલાડી છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માનો દબદબો
ખેલાડીઓની કમાણી અને પ્રદર્શનમાં ’કિંગ’ કોહલી ટોચ પર છે. વિરાટ કોહલી 230.2 કરોડ રૂૂપિયાની કુલ કરિયર કમાણી સાથે તમામ લીગમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો છે. આ ઉપરાંત, હુરુન ઈન્ડિયા એથ્લેટ પરફોર્મન્સ સ્કોરમાં પણ તે 617 પોઈન્ટ સાથે મોખરે છે. બીજી તરફ, રોહિત શર્મા 18 સીઝનમાં સૌથી વધુ 6 ઈંઙક ટાઈટલ જીતવાનો અજોડ રેકોર્ડ ધરાવે છે. એમ.એસ. ધોની 44 વર્ષની વયે પણ મેદાન પર સક્રિય છે અને 278 મેચો સાથે સૌથી વધુ અનુભવી ખેલાડી સાબિત થયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *