UPના હમીરપુરમાં મોટી દુર્ઘટના: ભારે વાવાઝોડા વચ્ચે નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી; 6 મજૂરોના મોત

  ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ જતા છ મજૂરોના…

 

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ જતા છ મજૂરોના મોત થયા છે, જ્યારે અનેક કામદારો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર પ્રદેશમાં અરાજકતા અને ગભરાટ ફેલાયો છે. રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલુ છે.

મળતી મહિતી અનુસાર હમીરપુરના મોરા કંદર અને કુરારા વિસ્તારોને જોડવા માટે નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે વિસ્તારમાં અચાનક જોરદાર પવન અને ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું. આ દરમિયાન પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાસ્થળે હાજર કામદારોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો અને અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ દળોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી માટે ભારે મશીનોની મદદ લેવામાં આવી રહી છે .જેસીબી વડે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, વાવાઝોડા અને વરસાદને કારણે સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે નીચે કામ કરી રહેલા મજૂરો દટાઈ ગયા. હવામાન વિભાગ અનુસાર, હમીરપુરમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું.

અકસ્માતમાં જીવ ગુમાવનારાના નામ

લોકેન્દ્ર નિષાદ અને
કુલદીપ નિષાદ
સાવંત યાદવ
સભાજીત;
પુષ્પેન્દ્ર સિંહ ચૌહાણ
રાજેશ પાલ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *