હિરાસર એરપોર્ટમાંથી બોમ્બ મળતા નાસભાગ

એસઓજી, બોમ્બ ર્સ્ક્વોડની ટીમ તાકીદે એરપોર્ટ દોડી ગઇ, પાર્કિંગ એરિયામાંથી બોમ્બ શોધી કાઢી ડિફ્યુસ કર્યો: અંતે મોકડ્રિલ જાહેર રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…

એસઓજી, બોમ્બ ર્સ્ક્વોડની ટીમ તાકીદે એરપોર્ટ દોડી ગઇ, પાર્કિંગ એરિયામાંથી બોમ્બ શોધી કાઢી ડિફ્યુસ કર્યો: અંતે મોકડ્રિલ જાહેર

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મળ્યાની માહિતી મળતા એસ.ઓ.જી સહિતની ટીમો તાકીદે એરપોર્ટે દોડી ગઈ હતી.

એરપોર્ટ પર બોમ્બ મળ્યાની માહિતી અહીં નાસભાગ મચી ગઈ હતી.બોમ્બ સ્કોવડની ટીમે અહીં પાર્કિંગ એરિયામાં રહેલ બોમ્બ ડિફયુઝ કરતા રાહતનો શ્વાસ લીધો હતો. જોકે બાદમાં આ સમગ્ર પ્રક્રિયા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા માટે મોકડ્રિલ હોવાનું જાહેર કરાયું હતું.

વધુ વિગતો મુજબ, આજરોજ સવારના સુમારે શહેરની ભાગોળે આવેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાર્કિંગમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપર વિઝન હેઠળ એસઓજી પીઆઇ એન.બી.ચૌધરી તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ, બોમ્બ સ્કોવડની ટીમ એરપોર્ટ પર દોડી ગઈ હતી. અહીં સીઆઇએસએફની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.
પોલીસની આવનજાવન વધતા એરપોર્ટ પર આવેલા મુસાફરોના શ્ર્વાસ અધ્ધર થઇ ગયા હતાં.

બોમ્બ સ્કોવડની ટીમ દ્વારા એરપોર્ટ પરિસરમાં સર્ચ કરી પાર્કિંગ એરિયામાંથી બોમ્બ મળી આવતા કુનેહપૂર્વક આ બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. બાદમાં સુરક્ષાની ચકાસણી માટે મોકડ્રિલ યોજવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *