સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ ખોરવાતા દર્દીઓને હાલાકી

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં ફરી એકવાર લિફ્ટ બંધ થઈ જવાની ઘટના સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગંભીર…

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં ફરી એકવાર લિફ્ટ બંધ થઈ જવાની ઘટના સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગંભીર દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને ચોથા માળે પહોંચવા અને ત્યાંથી નીચે આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓપીડી બિલ્ડીંગમાં દરોજ્જ હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે, ત્યારે લિફ્ટ બંધ થઈ જતાં લોકોને નાછૂટકે સીડીઓ ચડવાની ફરજ પડી રહી છે, જેના કારણે દર્દીઓની તકલીફમાં બમણો વધારો થયો છે.

સૌથી ગંભીર બાબત એ છે કે સિવિલ હોસ્પિટલના આ કેમ્પસમાં લિફ્ટ બગડવાની આવી પરિસ્થિતિ અવારનવાર સર્જાય છે, છતાં વહીવટી તંત્ર દ્વારા આ ટેકનિકલ ખામીનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે હોસ્પિટલ સત્તાધીશોની કામગીરી સામે સ્થાનિક લોકો અને દર્દીઓના સગાંઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લિફ્ટના યોગ્ય મેઈન્ટેનન્સના અભાવે ગરીબ દર્દીઓ પીસાઈ રહ્યા છે, ત્યારે તંત્ર વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *