વિછીંયામાં ખેતરમાંથી પવન ચક્કીના તાર હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલો

વિછીંયામાં ખેતરમાંથી પવન ચક્કીના વીજ તાર હટાવવાનુ કહેતા ખેડૂત યુવાન પર અજાણયા શખ્સોએ રસ્તમાં આંતરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…

વિછીંયામાં ખેતરમાંથી પવન ચક્કીના વીજ તાર હટાવવાનુ કહેતા ખેડૂત યુવાન પર અજાણયા શખ્સોએ રસ્તમાં આંતરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ વિછીંયા ગામે રહેતો લાધુભાઇ બોધાભાઇ બારીયા (ઉ.વ.40)નામનો યુવાન ગત રાત્રે પોતાની વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં અજાણયા પાંચ થી છ શખ્સોએ આંતરી પછાડી દઇ હુમલો કર્યો હતો. જેમાં લાધુભાઇને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં જૂનીપર નામની પવન ચક્કીના તાર લાધુભાઇની વાડીમાંથી પસાર થતા હોય જેથી આ તાર હટાવવાનુ કહેતા ડખ્ખો ચાલતો હતો. દરમ્યાન ગઇકાલે લાધુભાઇએ ગઇકાલે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. જેનો ખાર રાખી ગત રાત્રે રસ્તામાં આંતરી અજાણયા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ અંગે વિછીંયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *