વહેલી સવારે અમરેલીમાં બે આંચકા નોંધાયા, રાજકોટમાં ભૂકંપની નવી ચેનલ શરૂ થતા ચિંતા
હાલમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે ગઈકાલે થોડી રાત્રે આશરે 1:30 વાગ્યે રાજકોટમાં 3.2ને તીવ્રતાનું ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ મચી ગયો હતો. એટલું જ નહીં અમરેલીમાં પણ વહેલી સવારે ભૂકંપના બે આંચકા નોંધાયા હતા. હાલ છે વિગતો મળી રહી છે તે મુજબ કેન્દ્રબિંદુ રાજકોટ થી 9 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ પર નોંધાયો હતું.
વધુમાં એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે મૂડી રાત્રે જે લોકો જાગ્રત હતા તેઓને કદાચ આ ભૂકંપના રાજકાને અનુભૂતિ થઈશ હોય પરંતુ જે લોકો આરામમાં હોય તેઓએ અનુભૂતિ કરી નથી. ત્રણની તીવ્રતાનો આંચકો રાજકોટ સૌરાષ્ટ્રમાં અનુભવાયો તે મોટી વાત છે કારણ કે કચ્છ વિસ્તારમાં આ પ્રકારની તીવ્રતાનો હુકમ આવો સામાન્ય છે પરંતુ હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભુકંપની નવી ચેનલ શરૂૂ થવી તે ધ્યાન ખેંચી લે તેવી બાબત છે.
હાલ સિસ્મોલોજી વિભાગ દ્વારા ખાસ આ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે ખરા અર્થમાં આ ભૂકંપ આવવા પાછળનો મુખ્ય કારણ શું છે. આ સાથે અમરેલી પંથકમાં પણ બે તીવ્ર ભૂકંપોના પગલે સૌરાષ્ટ્રના પેટાળમાં ધરતીમાં જબ્બર હીલચાલના એંધાણ મળ્યા છે. સૌરાષ્ટ્રમાં કચ્છથી વધુ ભૂકંપીય ગતિવિધિમાં વધારો જોવા મળ્યો છે છે ખરા અર્થમાં ચિંતાનો વિષય છે.
