પૂર્વ કચ્છ LCB એ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરતા વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીધામના પડાના નજીકથી એક ટ્રેલરમાંથી આ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂૂ, ટ્રેલર અને ક્રેટા કાર સહિત કુલ ₹45.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને પૂર્વ કચ્છ LCB પીઆઈ જે. એમ. વાળાના માર્ગદર્શન હેઠળ કઈઇની ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતી. તે દરમિયાન ટીમને વિદેશી દારૂૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી.
બાતમીના આધારે, ગાંધીધામના પડાના નજીક મીની પંજાબ હોટલના પાર્કિંગમાં ઉભેલા ટ્રેલર નંબર RJ 07 GD 5907 માંથી વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂૂ અને બિયરની કિંમત ₹9.53 લાખ આંકવામાં આવી છે. દારૂૂ સાથે ટ્રેલર અને એક ક્રેટા કાર પણ પોલીસે કબજે કરી હતી.
આ રેડ દરમિયાન પોલીસે હનુમાનરામ ઓમપ્રકાશરામ જાટ, રવિન્દ્રસિંહ અભયસિંહ કર્ણોદ, હરિરામ રુગનાથરામ જાટ અને ત્રિલોક ગોદારાની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસનો અન્ય આરોપી શંભુસિંહ હરિસિંહ રાઠોડ ઘટનાસ્થળે હાજર ન હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ કઈઇએ વિદેશી દારૂૂ, ટ્રેલર અને ક્રેટા કાર સહિત કુલ ₹45.16 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
