અબડાસાના સાગરકાંઠેથી શંકાસ્પદ સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોન્ડર મળી આવ્યું

થોડા દિવસથી ડ્રોનના પાંખિયા અને માદક પદાર્થના પેકેટસ મળવાના બનાવો વચ્ચે અબડાસાના સાગરકાંઠે આવેલા જખથડા લેન્ડિંગ પોઇન્ટ પરથી એક શંકાસ્પદ સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોન્ડર (ઉપગ્રહ આધારિત…

થોડા દિવસથી ડ્રોનના પાંખિયા અને માદક પદાર્થના પેકેટસ મળવાના બનાવો વચ્ચે અબડાસાના સાગરકાંઠે આવેલા જખથડા લેન્ડિંગ પોઇન્ટ પરથી એક શંકાસ્પદ સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોન્ડર (ઉપગ્રહ આધારિત સંદેશાવ્યવહાર યંત્ર) મળી આવ્યું હતું. જખૌ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટેટ આઈ.બી., એસ.ઓ.જી. ભુજ, એલ.આઈ.બી. ફિલ્ડ અને સૈયદ સુલેમાનપીર ટાપુની સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ ટીમ દ્વારા સોમવારે સવારના ભાગે આ આધુનિક ઉપકરણ શોધી કાઢવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, આ પીળા કલરના ટ્રાન્સપોન્ડર પર અંગ્રેજીમાં””VESSEL NAME – OSHAIRIJ (જહાજનું નામ – ઓશાયરીજ),””COUNTRY NAME – QATAR” (દેશનું નામ – કતર), “TYPE – C/S CLASS2 WATER ACTIVATION’ (પ્રકાર-કટોકટી સિગ્નલ વર્ગ-2), જેવી વિગતો અંકિત થયેલી છે. આ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય મોટા જહાજો અને વહાણોમાં દરિયાની વચ્ચે કોઈ પણ મુશ્કેલી, વાવાઝોડું કે અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં મદદ માટે સંદેશા મોકલવા માટે થાય છે. બટન દબાવતાં જ આસપાસની મદદ ટીમો સક્રિય થઈને લોકેશન ટ્રેસ કરીને ઘટનાસ્થળે પહોંચે છે. જખૌ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ, આ ટ્રાન્સપોન્ડર કોઈ ક્ષતિગ્રસ્ત કતરના જહાજનું હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *