ગિરના સાવજો પર બેબીસિયાનો ખતરો, 8 મોત

છેલ્લે 2018માં બેબીસિયાનો ચેપી રોગ ફેલાયો હતો, ફરી જીવલેણ ખતરો ઉભો થતાં વન વિભાગની ઉંઘ હરામ નાદુરસ્ત, અશકત, વૃધ્ધ સાવજોને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે રેસ્કયુ કરવાની…

છેલ્લે 2018માં બેબીસિયાનો ચેપી રોગ ફેલાયો હતો, ફરી જીવલેણ ખતરો ઉભો થતાં વન વિભાગની ઉંઘ હરામ

નાદુરસ્ત, અશકત, વૃધ્ધ સાવજોને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે રેસ્કયુ કરવાની કામગીરી શરૂ

ધારી ગીર પૂર્વમાં ગીર ગઢડા રેન્જમાં ત્રણ સિંહબાળ સહિત પાંચ સાવજોના મોતની સત્તાવાર પુષ્ટિ

ગિરના સિંહો ફરી એકવાર જીવલેણ ગણાતી ગંભીર બીમારીમાં સપડાયા છે. જે રીતે 2018માં બેબેસીયા નામના રોગે વનવિભાગની ઊંઘ ઉડાડી દીધી હતી. આઠ વર્ષ પછી ફરીથી આવા રોગે ફરીથી સિંહોમાં દેખા દીધી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે કુલ આઠ સિંહના મોત થયા છે. જેમાંથી પાંચ પુખ્ત સિંહ છે અને 3 પાઠડા છે.

ગીર પશ્ચિમ અને ગીર પૂર્વે વનવિભાગની બોર્ડર પર સિંહોના ગ્રુપમાં બેબેસીયા રોગથી ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહના મોત થયાની પુષ્ટિ વન વિભાગના અધિકારી જયપાલસિંઘે આપી છે.તાજેતરમાં અમરેલી જિલ્લામાં ગત સિંહોની ગણતરીમાં સૌથી વધુ સિંહ નોંધાયા છે. અહીં સિંહમાં ફરી ભેદી રોગચાળાને દહેશત ઉભી કરી દીધી છે. અહીંના ગીર પશ્ચિમ અને ધારી ગીર પૂર્વેમાં અનેક સિંહબાળ સહિત પાંચ સિંહોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જશાધાર રેંજના ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં બે સિંહના ભેદી રોગથી મોત થયાનું સામે આવ્યું છે. વનવિભાગ દ્વારા 2018 બાદ ફરીથી બેબેસીયા રોગના વાયરસને જોઇને સતર્ક બન્યું છે. અને તાકીદે સિંહોને બચાવવા માટે અશક્ત અને નબળા સિંહોને પકડી ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સાથે સિંહોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે.

આ અંગે પીસીસીએફ જયપાલસિંધે કહ્યું કે, ત્રણ સિંહ બાળ સહીત પાંચેક જેટલા સિંહોના મોત થયાનું સામે આવ્યું છે. તેમના મોત પાછળ બેબીસીયા રોગ હોવાનું માનવામાં આવે છે. જેને લઈને વનવિભાગ દ્વરા શિલો પર સતત મોનીટરીંગ કરીને હેલ્થ બાબતે જે કાઈ કરવું પડે તે તમામ કામગીરી કરી રહી છે. ગીર પશ્ચિમના ડીસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું કે, હાલ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ હેલ્થ મોનીટરીંગ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ફિલ્ડમાં અસ્વસ્થ જણાતા સિંહોનું હેલ્થ ચેકઅપ કરવું તે રૂૂટીન પ્રક્રિયા છે, અને હાલ વેટરનરી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

ફકત બે પાઠડા જ બીમારીથી મર્યા છે બાકી બધા કુદરતી મૃત્યુ : વનવિભાગના પ્રિન્સિપાલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટનું નિવેદન
ગીર વન વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં આઠ સિંહના મૃત્યુના સમાચારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે વન વિભાગના પ્રિન્સિપાલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF ) જયપાલ સિંહે વિગતવાર નિવેદન આપ્યું છે. vજયપાલ સિંહે જણાવ્યું કે, ચિંતાની કોઈ વાત નથી. કુલ મૃત્યુ પાંચ થયા છે. આ પાંચમાંથી માત્ર બે શેરના બચ્ચાઓનું મૃત્યુ મહામારીથી થયું છે. શેરના બચ્ચાઓની ઇમ્યુનિટી ઓછી હોય છે, જેના કારણે તેઓ આ બીમારી પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. તેમણે વધુમાં કહ્યું કે બે બચ્ચાઓનું મૃત્યુ નિમોનિયા અને ફેફડામાં પાણી ભરાવાથી થયું છે. જ્યારે બે શેરોનું મૃત્યુ કુદરતી કારણોથી અને એક શેરનું મૃત્યુ લડાઈમાં થયું છે. વન વિભાગે તમામ શેરોને આઇસોલેટ કરવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. કોઈપણ લક્ષણ જોવા મળે તો તુરંત સારવાર શરૂૂ કરવામાં આવે છે.

બેબેસિયા એ એક ગંભીર અને જીવલેણ રોગ : બગાઈ જીવાતના કરડવાથી થાય છે
બેબેસિયાએ એક ગંભીર અને જીવલેણ રોગ છે, જે બેબેસિયા નામના પરોપજીવી દ્વારા થાય છે. આ રોગ મનુષ્યોની સાથે પશુઓ અને વન્યજીવોમાં જોવા મળે છે. મેલેરિયા રોગની જેમ જ, આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો પરસીધો હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે શરીરમાં ગંભીર લોહીની ઉણપ સર્જાય છે. આ રોગ મુખ્યત્વે ચેપી બગાઈના કરડવાથી ફેલાય છે. જ્યારે ચેપી બગાઈ કોઈ સ્વસ્થ પ્રાણી કે મનુષ્યને કરડે છે, ત્યારે તેના લાળ વાટે આ પરોપજીવી સીધા લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. વન્યજીવો, ખાસ કરીને સિંહો અને દીપડાઓ માટે આ રોગ અત્યંત ઘાતક સાબિત થાય છે. જંગલમાં વન્યજીવો ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં રહેતા હોવાથી તેમના શરીર પર બગાઈ સરળતાથી ચોટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *