મોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યો

મોરબીમાં કલર કામ કરતાં બે મજુરને અજાણ્યા શખ્સોેએ લાઈટનો વાયર હટાવવાનું કહી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા…

મોરબીમાં કલર કામ કરતાં બે મજુરને અજાણ્યા શખ્સોેએ લાઈટનો વાયર હટાવવાનું કહી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં નવલખી રોડ પર જમુનાનગરમાં રહેતા બ્રીજમોહન ગીરીવર નામદેવ (ઉ.19) અને અભિષેક રામભોગ નામદેવ (ઉ.24) શ્રીહરિ પાર્કમાં કલર કામ કરતાં હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ લાઈટનો વાયર હટાવવાનું કહ્યું હતું. જેથી બન્ને મજુરે અમારા શેઠ આવશે ત્યારે વાયર હટાવીશું તેમ કહેતા સાત થી આઠ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં કોટડાસાંગાણીના નાના વડીયા ગામે રહેતી લક્ષ્મીબેન મિલનભાઈ પરમાર નામની 23 વર્ષની પરિણીતાએ ફિનાઈલ પી લેતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં લક્ષ્મીબેન પરમારના પતિ દારૂ પીવાની કુટેવ ધરાવે છે અને ઘર ખર્ચના રૂપિયા આપતો નથી પતિની દારૂની કુટેવ અને અનૈતિક સંબંધથી કંટાળી લક્ષ્મીબેન પરમારે ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *