પારેવડી ચોક પાસેથી આઈ.ડી. ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી પકડાયો

શહેરના સામાકાંઠે પારેવડી ચોક નજીક મોબાઈલમાં આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આઈ.ડી.આપનારનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.…

શહેરના સામાકાંઠે પારેવડી ચોક નજીક મોબાઈલમાં આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આઈ.ડી.આપનારનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, પી.સી.બી.ના એએસઆઈ હેરદેવસિંહ, સંતોષભાઈ, હેડ કોન્સ્ટેબલ રાહુલગીરી, હિરેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન પારેવડી ચોક પાસે એક શખ્સ બેઠો હોય જે મોતાના મોબાઈલમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે તાત્કાલીક દોડી જઈ તે શખ્સને ઝડપી લઈ તેનું નામ પુછતાં ધવલ જેન્તીભાઈ રાબડીયા હોવાનું અને પોતે વેપારી હોવાનું જણાવ્યું હતું તે મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેના મોબાઈલની તલાસી લેતાં તેમાં વોટસએપ એપ્લીકેશનમાં અમન નામથી સેવ કરેલ ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર ઉપર આઈપીએલની મુંબઈ અને રાજસ્થાન વચ્ચે ચાલતી મેચ ઉપર સટ્ટો રમતો હોવાનું ખુલતાં પોલીસે તેની ધરપકડ કરી આઈ.ડી.ધારકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *