ઈસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરિવાર પર ખૂની હુમલો

ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સામાકાંઠાના આગેવાન બાબુ માટીયાના ઈશારે ટોળકીએ આંતક મચાવ્યો હતો જેમાં ઇસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરીવારની કારને આંતરી 10 શખ્સોએ જીવલેણ…

ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સામાકાંઠાના આગેવાન બાબુ માટીયાના ઈશારે ટોળકીએ આંતક મચાવ્યો હતો જેમાં ઇસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરીવારની કારને આંતરી 10 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. સોખડા ચોકડી નજીક પુત્રીના દિયરની કાર ફિલ્મી ઢબે આંતરી હુમલાખોરો હથિયાર સાથે તૂટી પડ્તા રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.બનાવ અંગે અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલ ગોપાલક સોસાયટીમાં રહેતાં ધવલભાઈ જીતુભાઇ ભરવાડ (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રવીણ ઉઠે પીન્ટુ વિનોદ માટીયા અને રવિ માટીયા તેમજ અજાણ્યા આઠ શખ્સોના નામ આપતાં કુવાડવા રોડ પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ ઇસરોમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે.ભાભી ઝરણાબેને ગઈ તા.03/04/2026 ના રોજ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ભાઈ તથા પરિવાર વિરુદ્ધમાં અરજી આપેલ હતી જેમાં તેઓ નિવેદન આપી ગયેલ હતા.બાદમાં ગઈ તા.15/05 ના ભાભી ઝરણાબેને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પરીવાર વિરૂૂધ્ધમાં ફરીયાદ લખાવેલ હતી, જે ફરિયાદ અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી તેમજ મોટા ભાઈ દેવલભાઈ તથા બંને બહેનો વિરલબેન, રીમાબેન અને તેમના પત્ની નેન્સીબેન મહિલા પોલીસ સ્ટેશને આવેલ હતા.

મહિલા પોલીસ સ્ટેશન ખાતે જરૂૂરી કાર્યવાહી કરી જામીન આપી પરત અમદાવાદ ખાતે જવા માટે ગાડી નં. G>J-01-W>-3171 ગાડીમાં તે અને તેમના બંને બહેનો મહિલા પોલીસ સ્ટેશનથી નીકળીને જામનગર બાયપાસ રોડ ઉપર પટેલ વિહારમાં જમવા ગયેલ હતા. બીજી ગાડીમાં મોટાભાઈ દેવલભાઈ, મામા તથા એડવોકેટ હતા.

બાદમાં બપોરના અઢી વાગ્યાથી પોણા ત્રણેક વાગ્યે બધા જમીને અમદાવાદ તરફ જવા રવાના થયેલ અને મોટાભાઈ દેવલભાઈ તેની ગાડી લઈને ફરીયાદીની ગાડીથી થોડેક આગળ નીકળી ગયેલ હતા. તેની પાછળ તેઓની ગાડી હતી.જામનગર બાયપાસ રોડ ઉપર સોખડા ચોકડીથી આગળ માલીયાસણ જવા રસ્તે રોડ ઉપર હતા ત્યારે અચાનક બે કાર ગાડીની પાછળ આવેલ તેમજ બે કાર ગાડીની આગળ આવેલ અને ગાડીને ઘેરી લેતા ગાડી ઉભી રાખી દીધેલ હતી.

ચારેય કારમાંથી મોટાભાઈના સાળા પ્રવીણ ઉર્ફે પીન્ટુ વિનોદ માટીયા અને રવિ માટીયા તથા બીજા અજાણ્યા આઠેક શખ્સો હાથમાં લાકડાના ધોકા, લોખંડનો સળીયો તેમજ પથ્થર લઈને ઘસી આવી ગાડીને ચારે બાજુથી ઘેરી લઈ ગાડી ઉપર ધોકા તેમજ પથ્થરથી ગાડીના કાચ તોડી નાખી અને રૂૂમાલ બાંધેલ માણસે લાકડાનો ધોકો માથામાં મારવા જતા હાથ આડો રાખતા હાથે ઇજા થયેલ તેમજ નાક, કાનના પાછળના ભાગે તથા પીઠ ઉપર લાકડાના ધોકા મારતા ઈજા થયેલ હતી. તેમજ બેન વિરલબેનને પ્રવીણ ઉર્ફે પીન્ટુએ લોખંડનો સળીયો મારતા તેને આંખના ભાગે ઇજા થયેલ હતી.

તેમજ રીમાબેનને રવિ માટીયાએ ધોકાથી હાથ, માથામાં તથા ખંભા ઉપર ફટકારી વાળ ખેંચીને માર મારેલ હતો. તેમજ આ રવિ માટીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ બનાવ બનેલ ત્યારે બેન રિમાબેને મોબાઇલમાં વિડીયો ઉતારી લીધેલ છે.વધુમાં આ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, ભાભી ઝરણાબેન મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરિયાદ કરેલ હોય જે ફરિયાદના તપાસના કામે મહિલા પોલીસ સ્ટેશન ખાતે રજૂ થયેલ જેમાં જામીન મળી જતા જેનું મન દુ:ખ રાખી મોટા ભાઈના મોટા સસરા બાબુભાઈ માટીયા તથા મોટાભાઈના સસરા કમલેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ માટીયાના કહેવાથી આરોપીઓએ હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *