ભાવનગરમાં નકલી સોનુ આપી નિવૃત્ત શિક્ષક સાથે રૂા.9.50 લાખની ઠગાઈ

સોની પાસે ચેક કરાવતા ખબર પડી કે નકલી સોનુ ધાબડી દીધુ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક નિવૃત શિક્ષક સાથે સસ્તું સોનું અપાવવાના બહાને રૂૂ.…

સોની પાસે ચેક કરાવતા ખબર પડી કે નકલી સોનુ ધાબડી દીધુ

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક નિવૃત શિક્ષક સાથે સસ્તું સોનું અપાવવાના બહાને રૂૂ. 9.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ નકલી સોનું પધરાવી દઈ, વાયદાઓ કર્યા બાદ પણ રૂૂપિયા પરત ન કરતા આખરે ભોગ બનનાર નિવૃત શિક્ષકે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ કાળિયાબીડના શાંતિનગર-2 માં રહેતા નિવૃત શિક્ષક જયેન્દ્રસિંહ મોબતસિંહ સરવૈયાને તેમની પુત્રી માટે સોનાના દાગીનાની જરૂૂરિયાત ઊભી થઈ હતી. આ દરમિયાન તેમના પરિચિત અને કાળિયાબીડમાં જ રહેતા ક્રિપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમાએ તેમનો સંપર્ક કર્યો હતો. ક્રિપાલસિંહે વિશ્વાસ આપતા જણાવ્યું હતું કે, “મારે ઘણા બધા સોની મિત્રો છે, જેથી હું તમને વ્યાજબી ભાવે સોનું અપાવી દઈશ.”તેની વાતોમાં આવી જઈને નિવૃત શિક્ષકે તારીખ 18-12-2023 થી 16-05-2024 દરમિયાન અવારનવાર અલગ-અલગ સમયે સોનાની પાંચ લગડી, ચાર સોનાની બંગડી, બાદમાં બીજી બે સોનાની બંગડી અને એક સોનાની વીંટી સહિતના દાગીના મેળવ્યા હતા. જેના બદલામાં તેમણે ક્રિપાલસિંહને કટકે-કટકે કુલ રૂૂ. 9.50 લાખની રોકડ રકમ ચૂકવી આપી હતી.

જો કે, થોડા સમય બાદ નિવૃત શિક્ષક જયેન્દ્રસિંહને શંકા જતાં તેમણે આ તમામ સોનાના દાગીના અને લગડી અન્ય એક સોની વેપારીને બતાવ્યા હતા. વેપારીએ તપાસ કરીને આ તમામ સોનું નકલી (ખોટું) હોવાનું જણાવતા શિક્ષકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આખરે નિવૃત શિક્ષક જયેન્દ્રસિંહ સરવૈયાએ આ અંગે નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ક્રિપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમા વિરુદ્ધ આઈ.પી.સી. ની કલમ 420 મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *