પોરબંદરમાં પોતાના જ ગામની હદમાં જવા માટે પ્રજા પાસેથી ટોલની વસૂલાત, લોકોમાં રોષ

પોરબંદર શહેર કાગળ પર તો મનપા બની ગયું અને એની સરહદો પણ લંબાઈ ગઈ, પણ નવાઈની વાત એ છે કે આ વનાણા ટોલ નાકા વાળાને…

પોરબંદર શહેર કાગળ પર તો મનપા બની ગયું અને એની સરહદો પણ લંબાઈ ગઈ, પણ નવાઈની વાત એ છે કે આ વનાણા ટોલ નાકા વાળાને હજી સુધી કોઈએ કીધું જ નથી કે તેઓ કાયદેસર રીતે સિટીની અંદર આવી ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ (કિસાન) અને કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરૂૂભાઈ ઓડેદરાએ વનાણા ટોલ નાકા પર ચાલતી ગેરકાયદેસર વસૂલાત અને તંત્રની લાપરવાઈ સામે પ્રહારો કર્યા છે.

તેમણે કાયદાના રક્ષકો સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) નો નિયમ એકદમ સાદો અને સ્પષ્ટ છે કે કોઈ પણ નગરપાલિકા કે મહાનગર પાલિકાની હદની અંદર ટોલ નાકું હોઈ જ ન શકે. જો સામાન્ય માણસ હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય કે કોઈ નાનો નિયમ તોડે તો આપણું પ્રશાસન દંડો લઈને ઉભું થઈ જાય છે, તો પછી કાયદાના સરેઆમ ધજાગરા ઉડાવતી આ અબજો રૂૂપિયાની ટોલ કંપની સામે આખું તંત્ર કેમ આંખો બંધ કરીને બેઠું છે તેવું જણાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક છે. ત્યારે વનાણા પોગીને ફરજિયાત ખિસ્સા ખાલી કરવા પડે છે. પોતાના જ જિલ્લામાં જવા માટે આ પ્રકારનો હપ્તો આપવો પડે તે ક્યા પ્રકારનો વહીવટ છે તેવા સવાલ પણ તેમણે ઉઠાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *