વૈશ્ર્વિક અસ્થિરતાની સૌથી વધુ અસર રૂપિયા ઉપર
ભારતીય રૂૂપિયો છેલ્લા કેટલાક સમયથી સતત દબાણ હેઠળ છે. યુએસ ડોલર સામે તે રેકોર્ડ-નીચા સ્તરની નજીક પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ડોલરની મજબૂત માંગને કારણે રૂૂપિયા પર દબાણ છે. આજે રૂૂપિયો વધુ 30 પૈસા નબળો પડતા ડોલરનો ભાવ 96.96 સુધી પહોંચી ગયો હતો. છેલા એક મહિનામાં રૂૂપિયો ચાર રૂૂપિયો તૂટ્યો છે.
તાજેતરના દિવસોમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 110 ની ઉપર પહોંચી ગયા છે. તેની સીધી અસર ભારતીય રૂૂપિયા પર પડી છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂૂરિયાતના 85% થી વધુ વિદેશથી આયાત કરે છે. પરિણામે, જ્યારે તેલના ભાવ વધે છે, ત્યારે દેશનું આયાત બિલ વધે છે. આ તેલ કંપનીઓને વધુ માત્રામાં ડોલર ખરીદવાની ફરજ પાડે છે, જેના કારણે ડોલરની માંગ વધે છે અને રૂૂપિયા પર દબાણ આવે છે.
વધુમાં યુએસ ડોલરનું વૈશ્વિક મજબૂતીકરણ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો આ બંને બાબતોએ રૂૂપિયા સહિત અનેક ઉભરતી અર્થવ્યવસ્થાઓના ચલણોને નબળા પડ્યા છે. જો કાચા તેલના ભાવ લાંબા સમય સુધી ઉંચા રહે અને રૂૂપિયો નબળો રહે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ વધુ તીવ્ર બની શકે છે. ઇંધણના ઊંચા ખર્ચથી પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થાય છે. આના પરિણામે, કરિયાણા, ખાદ્ય ડિલિવરી સેવાઓ, દૈનિક જરૂૂરિયાતો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ધીમે ધીમે અસર થઈ શકે છે.
રૂૂપિયો નબળો પડતા તેની સીધી અસર શેર બજાર પર પડી હતી અને માર્કેટ શરૂૂ થતા જ 600 અંકનો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 175 પોઇન્ટ ઘટીને નીચે જોવા મળી હતી. તમામ સેક્ટર હાલ લાલ નિશાનમાં છે જ્યારે આઈ ટી થોડું મજબૂત જોવા મળ્યું છે. જોકે સવારના સત્ર માં 400 અંકની રિકવરી જોવા મળી હતી.
સોના ચાંદી માર્કેટમાં પણ નેગેટિવ વલણ જોવા મળી રહી છે. આજે સવારે ચાંદીમાં રૂૂપિયા ચાર હજાર અને સોનામાં રૂૂપિયા 1500 નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ થોડી રિકવરી થઈ હતી અને હાલ ચાંદી 1800 રૂૂપિયા નીચે જોવા મળી રહી છે. બીજી બાજુ ક્રૂડનો ભાવ હજુ પણ 109 થી 110 ડોલર આસપાસ જોવા મળી રહ્યો છે.
