ઉનામાં ચાલુ બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલકે કૂદીને જીવ બચાવ્યો: મોટરસાઇકલ ખાખ

ઉના તાલુકાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક વાંસોજ તરફ જતા રસ્તા પર મોડી રાત્રે એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે બાઈક…

ઉના તાલુકાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક વાંસોજ તરફ જતા રસ્તા પર મોડી રાત્રે એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે બાઈક ચાલક યુવકે સમયસૂચકતા વાપરી કૂદી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રે આશરે 8:45 વાગ્યાના અરસામાં એક યુવક બાઈક લઈને દીવથી ઉના તરફ આવી રહ્યો હતો. અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક પહોંચતા જ ચાલુ બાઈકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાઓ જોતા જ યુવકે હિંમત દાખવી ચાલુ બાઈક પરથી કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. ગણતરીની મિનિટોમાં આખું બાઈક આગની લપેટ માં આવી જતા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.

રસ્તા વચ્ચે બાઈક સળગતી હોવાથી લોકોમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાં જ નજીકના દુકાનદારો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બાઈકનો માત્ર સળગેલો માળખું જ બચ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે યુવકનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તબક્કે બાઈકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. શોર્ટ સર્કિટ કે ઓવર હિટીંગને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *