આલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાં

ફ્રાન્સના કાન ફેસ્ટિવલમાં અભિનેત્રી આલિયા ભટ્ટના ફર્સ્ટ ડે ફર્સ્ટ લુકમાં સિમ્પલ છતાં રોયલ દેખાવમાં અમદાવાદના આર્ટિસ્ટ બાંસુરી ચોકસીનો મહત્વનો ફાળો બાંસુરી ચોકસીને અદ્ભુત ગ્રીન મીન્ટ…

ફ્રાન્સના કાન ફેસ્ટિવલમાં અભિનેત્રી આલિયા ભટ્ટના ફર્સ્ટ ડે ફર્સ્ટ લુકમાં સિમ્પલ છતાં રોયલ દેખાવમાં અમદાવાદના આર્ટિસ્ટ બાંસુરી ચોકસીનો મહત્વનો ફાળો

બાંસુરી ચોકસીને અદ્ભુત ગ્રીન મીન્ટ ગાઉનમાં ફ્રેન્ચ રિવેરાના દૃશ્યો, દરિયાકિનારો અને લેવેન્ડરના
ખેતરો પેઇન્ટ કરવામાં લાગ્યો 110 કલાક જેટલો સમય

ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં હિન્દી ફિલ્મ જગતની સુપ્રસિદ્ધ અભિનેત્રી આલિયા ભટ્ટ રેડ કાર્પેટ પર વોક કરે છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ લુકના હેન્ડ પેઇન્ટેડ વ્હાઇટ ડ્રીમી ગાઉનમાં તેણી દરેકનું ધ્યાન ખેંચે છે.સેલિબ્રિટીના આઉટફિટ તૈયાર કરવામાં અનેક લોકોનો ફાળો હોય છે ત્યારે આલિયા ભટ્ટના આ વ્હાઈટ ગાઉન બનાવવામાં જે લોકોનો ફાળો છે તેમાં ગુજરાતી તરીકે આપણને સહુને ગૌરવ થાય તેવું એક નામ અમદાવાદના આર્ટિસ્ટ બાંસુરી ચોકસીનું પણ છે.આ નામ આજે ઇન્ટરનેશનલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યું છે. વ્હાઇટ આઉટફિટમાં પેઇન્ટિંગ તેઓએ કર્યું છે.છેલ્લા પંદર વર્ષથી કામ કરી રહેલ બાંસુરી ચોકસી માટે આ ’ડ્રિમ કમ ટ્રુ’ મોમેન્ટ હતી.ગુજરાતની કલા ગુજરાતના કલાકાર દ્વારા ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ સુધી પહોંચે એ દરેક ગુજરાતી માટે ખુશીની વાત છે. *ઉડાન કોલમ માટે તેઓએ પોતાની આ સફર વિશે ખાસ મુલાકાત આપી હતી.

બાંસુરી ચોકસીનો જન્મ,અભ્યાસ અને ઉછેર અમદાવાદમાં થયો. કોમર્સ વિષય લઈને ગ્રેજ્યુએટ થયા સાથે ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ પણ કર્યો. પહેલેથી જ પેઇન્ટિંગનો શોખ તો હતો જ પરંતુ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરતી વખતે ઘણી વખત કેનવાસ પેઇન્ટિંગ અને અલગ આર્ટ વર્કની જરૂૂર પડતી. આજથી બે દાયકા પહેલાં કસ્ટમાઇઝનો કોઈ ટ્રેન્ડ નહોતો એટલે તેઓ પોતાનો શોખ પૂરો કરતા અને જાતે જ તે આર્ટ પીસ બનાવી આપતા. આ રીતે તેઓને પેઇન્ટિંગ અને આર્ટ વર્કમાં રસ પડવા લાગ્યો.દરેક કલાકારનું સ્વપ્ન પેરિસ, ફ્રાન્સ, યુરોપમાં એક્ઝિબિશન કરવાનું હોય છે.

પરંતુ જ્યારે આલિયા ભટ્ટના આઉટફિટમાં પેઇન્ટિંગ કરીને કાન ફેસ્ટિવલમાં પોતાની આર્ટ પ્રસ્તુત થઈ ત્યારે બાંસુરીનું સ્વપ્ન પણ જાણે સાકાર થયું.એ ક્ષણને યાદ કરતા તેઓ જણાવે છે કે અભિનેત્રી સોનમ કપૂરના બહેન રિયા કપૂરે આલિયા ભટ્ટના આ આઉટફિટ માટે પ્રથમ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો. ફ્રાન્સના કાન ફેસ્ટિવલમાં પહેરવા માટેના આઉટફિટની ચર્ચા કરી.તેમને સમરી અને હેપીનેસ વાઈબ ક્રિએટ થાય એવું કંઈક જોઈતું હતું.તેમની બધી બાબતો જાણીને ડિજિટલ સેમ્પલ કરીને મોકલ્યું જે એપ્રુવ કરીને તેઓએ પાછું મોકલ્યું, હાફ સ્ટીચ મટિરિયલ મોકલ્યું અને કામ શરૂૂ થયું. સમય ઘણો ઓછો હતો એટલે મારું સંપૂર્ણ ફોકસ બેસ્ટ થાય તેમાં હતું. કોના માટે આઉટફિટ છે,તેનું પરિણામ શું આવશે? તેવા કોઈ વિચાર નહોતા.કસ્ટમર તરીકે તેઓને જે જોઈએ છે તેવું આપું અને તેમને સેટિસફેક્શન મળે તે જ મારો ગોલ હતો.આલિયા ભટ્ટના દરેક લુકની ચર્ચા થઈ એ સાથે તેના અમદાવાદના કનેક્શનની પણ ચર્ચા થઈ અને આ પ્રોજેક્ટ બાદ મિત્રો, પરિવારજનો, જાણ્યા, અજાણ્યા દરેક તરફથી પ્રશંસા અને પ્રોત્સાહન મળ્યું.

બાંસુરી ચોકસી એક્ઝિબિશનના બદલે ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક સાથે વધુ કામ કરે છે.તેઓ અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ કરે છે, આર્ટ વર્ક કરે છે ,મ્યુરલ કરે છે અને બી સ્પોક કામ કરે છે. જે પ્રોજેક્ટ હોય તેની થીમ,તેનો અર્થ વગેરે જાણીને નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખી આર્ટ વર્ક કરે છે. તેઓ શરૂૂઆતમાં ફ્રી લાન્સ કામ કરતા હતા.હાલ શેલા અને સરખેજમાં હોમ સ્ટુડિયો છે. પાંચ લોકોની ટીમ છે જે મેનેજમેન્ટ થી લઈને અન્ય બાબતોમાં સપોર્ટ કરે છે.

સોનમ કપૂર અને નયનતારા જેવી સેલિબ્રિટીઝના ઘરો માટે તેમજ દિલ્હીમાં સ્ટારબક્સ જેવી બ્રાન્ડ્સ માટે આર્ટ વર્ક કરનાર બાંસુરી પોતાની સફળતા બાબત જણાવે છે કે મારા માતા-પિતા મારા સાસુ,સસરા પતિ દરેકનો ખૂબ સપોર્ટ છે જેથી સાઇટ ચાલુ હોય ત્યારે બહારગામ પણ રહેવું પડે છતાં કામ પર ફોકસ કરી શકું છું. અત્યાર સુધીમાં બોમ્બે, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી, જયપુર, પૂના બધી જ જગ્યાએ કામ કર્યું છે જેમાં 2000 સ્ક્વેર ફૂટનો સૌથી મોટો પ્રોજેક્ટ યાદગાર છે. કલાકારોના અનેક સ્વપ્ના હોય છે પરંતુ હું જે પણ તક મળે તેમાં બેસ્ટ આપી શકું એ મારો પ્રયત્ન હોય છે. તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.

બહેનો માટે અત્યારનો સમય છે શ્રેષ્ઠ
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે અત્યારના સમયમાં અવેરનેસ આવી ગઈ છે અને સમાનતા પણ આવતી જાય છે ત્યારે બહેનો માટે કામ કરવા માટેનો આ સમય શ્રેષ્ઠ છે.કોઈ મહિલાને એવું લાગે કે મારામાં કોઈ સ્કિલ છે અને કંઈક કરવું જોઈએ તો 500% તેઓએ કંઈક કરવું જ જોઈએ. અત્યારે સોશિયલ મીડિયા,ઇન્ટરનેટમાર્કેટ પ્લેસિસ દ્વારા ઘણી અઢળક તકો છે તો બહેનોએ પોતાનું સ્કીલ ડેવલપ કરી આગળ વધવું જ જોઈએ.

આ રીતે તૈયાર થયું અદ્ભુત ગ્રીન મીન્ટ ગાઉન
આલિયા ભટ્ટના આઉટફિટમાં કરેલ અદભુત હેન્ડ પેઇન્ટિંગ બાબત તેઓ જણાવે છે કે આ આઉટફિટ અભિનેત્રી સોનમ કપૂરના બહેન રિયા કપૂરે સ્ટાઇલ કર્યો છે, દિલ્હીના જાણીતા ફેશન ડિઝાઈનર યશ પાટીલે તેનું સ્ટીચિંગ અને ક્ધસ્ટ્રક્શન કર્યું છે.તેના પર ફ્રેન્ચ રિવેરાના દ્દશ્યો, દરિયાકિનારો, અને લેવેન્ડરના ખેતરો પેઇન્ટ કરવામાં સાત દિવસ,110 કલાકથી પણ વધુ સમય લાગ્યો છે. તેમજ ખાસ ધ્યાન રાખીને અમુક સ્ટ્રોક એ રીતે આપ્યા છે કે જે ડ્રેસની મુવમેન્ટ સાથે સાથે ખાસ ઇફેક્ટ આપે.ગાઉન પર જે કામ થયું છે તે આર્ટિસ્ટની ભાષામાં ઇમ્પ્રેશનીઝમ કહેવાય છે.આપણાં દેશની કલા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રસ્તુત થાય એ હેતુથી જ રિયા કપૂરે મારા જેવા આર્ટિસ્ટને આ કામ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *