અફઘાનિસ્તાન ટેસ્ટ-વનડે સિરીઝ માટે ટીમ જાહેર, શુભમન ગિલ કેપ્ટન

ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનો દબદબો અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે આ વખતે અનુભવ અને યુવાન…

ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનો દબદબો

અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે આ વખતે અનુભવ અને યુવાન ખેલાડીઓનું સંતુલન બનાવવાની કોશિશ કરી છે. વન ડે અને ટેસ્ટ ટીમ બંનેની કપ્તાની શુભમન ગિલને સોંપવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં પણ યુવાન ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે. સિલેકશનમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.

ટેસ્ટ ટીમમાં અને વન ડે ટીમમાં કુલ 4 નવા ખેલાડીઓને મોકો આપ્યો છે. આ સિરીઝમાં કુલ 4 નવા ચહેરાને મોકો મળ્યો છે. તેમાં માનવ સુથાર, ગુરનૂર બરાર અને હર્ષ દૂબે અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડી સામેલ છે. હર્ષ દૂબે અને ગુરનૂર બરાર ટેસ્ટ અને વન ડે ટીમમાં રમશે. વળી પ્રિન્સ યાદવ ખાલી વન ડેમાં છે. માનવ સુથાર ખાલી ટેસ્ટમાં છે.

વન ડે ટીમમાં નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ સામેલ છે. બીજી તરફ ઋષભ પંતને વન ડે સ્ક્વાડમાં જગ્યા નથી મળી. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ફિટનેસ ક્લિયર થવા પર વન ડે સિરીઝ માટે હાજર રહેશે. કેએલ રાહુલ વન ડે સિરીઝમાં વિકેટ કીપિંગ કરશે. ટેસ્ટ અને વન ડે બંને સિરીઝ માટે કપ્તાની શુભમન ગિલ કરશે.

ટેસ્ટમાં કેએલ રાહુલ ઉપકપ્તાન હશે વળી ઋષભ પંતની ઉપકપ્તાની છીનવાઈ ગઈ છે. યશસ્વી જાયસવાલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલ જેવા બેટ્સમેનો પર મોટી જવાબદારી રહેશે. વિકેટકીપિંગની જવાબદારી ઋષભ પંત અને ઝુરેલ સંભાળશે. ટેસ્ટમાં બોલિંગમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ અનુભવી વિકલ્પ હશે. જ્યારે યુવાન ખેલાડીઓને પણ ખુદને સાબિત કરવાનો મોકો મળશે.

ટેસ્ટ ટીમ માટે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી અડધા ગુજરાતના છે. કેપ્ટન ગિલ સહિત સાત ખેલાડીઓ ગુજરાત ટાઈટન્સના છે. GTના ગિલ, સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર અને ગુરનુર બ્રાર ટેસ્ટ ટીમમાં સામેલ છે.વનડે ટીમમાં GTના ચાર ખેલાડીઓ છે. શુભમન ગિલ ઉપરાંત, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર અને ગુર્નુર બ્રારને પણ 14 ખેલાડીઓની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ટેસ્ટ ટીમ સ્ક્વાડ: શુભમન ગિલ (કપ્તાન), યશસ્વી જાયસવાલ, કેએલ રાહુલ (ઉપકપ્તાન), સા સુદર્શન, ઋષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બરાર, હર્ષ દૂબે, ધ્રુવ ઝુરેલ (વિકેટકીપર) શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકપ્તાન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર, હર્ષ દૂબે.

 

અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારત પ્રવાસનું શેડ્યૂલ
6-10 જૂન- એકમાત્ર ટેસ્ટ- મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ)
14 જૂન- પહેલી વન ડે- ધર્મશાલા
17 જૂન- બીજી વન ડે- લખનઉ
20 જૂન- ત્રીજી વન ડે, ચેન્નાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *