લોન કરાવી દેવાના બહાને સાત મહિનાથી ફરાર ગઠિયો થાનગઢ પાસેથી પકડાયો

શહેર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એલસીબી ઝોન-2 ની ટીમે લોન કરાવી દેવાના નામે ઠગાઇ કરી…

શહેર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એલસીબી ઝોન-2 ની ટીમે લોન કરાવી દેવાના નામે ઠગાઇ કરી ભાગી જતાં અને રીઢા ગુનેગારની છાપ ધરાવતાં શખ્સને પકડી લેવાયો છે. તાલુકા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલા ઠગાઈના બે ગુનામાં સાત મહિનાથી ફરાર શખ્સને થાનખાતેણી પકડી લઇ તાલુકા પોલીસને સોંપાયો છે.

આ શખ્સ વિરૂધ્ધ રાજકોટમાં 10 અને દ્વારકા, લોધીકામાં 1-1 મળી ઠગાઇના 11 ગુનાઓ અગાઉ નોંધાઈ ચુક્યા છે. રાજકોટના તાલુકા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા સાત મહિનાથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા રીઢા આરોપી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી (ઉ.વ.30-રહે. સોમનાથ સોસાયટી, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે)ને સુરેન્દ્રનગરના થાન ખાતેથી પકડી લેવાયો છે.

આ શખ્સે ગાંધીગ્રામ આરસીકે પાર્ક પાસે રહેતાં દરજી યુવાન નિકુંજભાઈ નંદકિશોરભાઈ હીંગુને લોન લોન કરાવી આપવાના બહાને છેતરીને તેના મોબાઈલ ફોનમાંથી 1,10,000ની ઓનલાઇન લોનની અરજી કરી રૂા. 99 હજારની લોન કરાવ્યા બાદ ઓનલાઇન 88250 રૂપિયા ઉપાડી લીધા હતાં અને ભાગી ગયો હતો.
આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ થયો હતો. આવો જ બીજો ગુનો તાલુકા પોલીસમાં નોંધાયો હતો. આ બંને ગુનામાં મહાવીરસિંહ સોલંકી સાત મહિનાથી ફરાર હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. શીવભદ્રસિંહ ગોહિલની ટીમે આ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *