જામનગરમાં નિરાધાર કરાયેલા આહીર વૃદ્ધાને ન્યાય નહીં મળે તો કાનૂની લડત

સમગ્ર આહીર સમાજ એકજૂટ થયો, મીટિંગમાં કરાયેલું એલાન જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે કરાયેલા ડિમોલેશન મામલે આજે સમગ્ર આહિર સમાજ એકજુથ…

સમગ્ર આહીર સમાજ એકજૂટ થયો, મીટિંગમાં કરાયેલું એલાન

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે કરાયેલા ડિમોલેશન મામલે આજે સમગ્ર આહિર સમાજ એકજુથ બન્યો હતો. સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં આહીર જ્ઞાતિજનો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને નંદુમાંનો આશરો હતો, અને કાયમ રહેશે, આહિરનો આશરો હતો અને કાયમ રહેશે એવા સૂત્રોચ્ચારો સાથે નંદુમાંના આશ્રયસ્થાનને ફરીથી ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ ડિમોલેશન દરમિયાન આહિર સમાજના વૃદ્ધ દંપતી નંદુબેન બેલા અને નારણભાઈ બેલા સાથે તંત્ર દ્વારા અન્યાયપૂર્ણ અને બેહુદુ વર્તન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં આજે સમાજના લોકોએ જ્ઞાતિના પ્રમુખ રણમલભાઈ કાંબરીયા ની આગેવાનીમાં એક અગત્યની બેઠક યોજ્યા બાદ સ્થળ પર પહોંચ્યા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જે જગ્યા પર આશરો બનાવવામાં આવ્યો હતો, તે જમીન નંદુમાંની પોતાની માલિકીની હોવાનું પ્રાથમિક કાગળોના નિરીક્ષણમાં સામે આવ્યું છે. આ મુદ્દે જો આવનારા દિવસોમાં કોઈપણ પ્રકારની કાનૂની લડત લડવાની જરૂૂર પડશે, તો સમગ્ર આહિર સમાજ નંદુમાંના પરિવાર સાથે ખભેખભા મિલાવી ઉભો રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

આજે સમાજજનોની હાજરીમાં સ્થળ પર પ્રતિકાત્મક રીતે નવા બાંધકામનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ બેલા મૂકીને ફરી આશરો ઉભો કરવાની શરૂૂઆત કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અહીં ફરીથી સંપૂર્ણ આશરો ઉભો કરવામાં આવશે અને નંદુમાંને ન્યાય અપાવવા માટે સમાજ સંગઠિત રીતે આગળ વધશે. આ કાર્યક્રમ દરમિયાન વૃદ્ધ દંપતી નંદુબેન બેરા અને નારણભાઈ બેલાની ઉપસ્થિતિમાં સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા એકતાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને જય દ્વારકાધીશ ના નારા ગુંજીયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *