ભાવનગરમાં કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર અને હેરફેર સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. રાજકુમાર પાંડિયન તથા જિલ્લા પોલીસ…

ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર અને હેરફેર સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. રાજકુમાર પાંડિયન તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતિન પંડ્યા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. ઝીણઝુવાડિયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન રોમેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ રાજાભાઈ કળસરિયા નામના શખ્સને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીના કબ્જામાંથી કોડીન ફોસ્ફેટ તત્ત્વ ધરાવતી કફ સીરપની કુલ 88 બોટલો મળી આવી હતી.

આ બોટલોનો ગેરકાયદેસર રીતે જથ્થાબંધ વેપાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી કફ સીરપની બોટલો કિંમત રૂ.39,024, એક મોબાઇલ ફોન કિંમત રૂ.5,000 તથા અન્ય સામાન સહિત કુલ રૂ.44,024 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કાર્યવાહી દરમિયાન અજઈં મહેન્દ્રસિંહ ગોહિલ, ઇંઈ દિવ્યરાજસિંહ ગોહિલ, ઇંઈ મહિપતસિંહ ગોહિલ, ઙઈ નિમેષભાઈ ગોરી, ઙઈ પાર્થભાઈ ધોળકિયા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *