જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે આગામી 23મીએ યોજાશે ચૂંટણી

જિલ્લા પંચાયતની ચૂંટણી 25 મીએ થઈ શકે છે: આગલા દિવસે ભરાશે ઉમેદવારીપત્ર જામનગર જિલ્લા પંચાયત અને જિલ્લા ની છ તાલુકા પંચાયતો ના પ્રમુખ માટે આગામી…

જિલ્લા પંચાયતની ચૂંટણી 25 મીએ થઈ શકે છે: આગલા દિવસે ભરાશે ઉમેદવારીપત્ર

જામનગર જિલ્લા પંચાયત અને જિલ્લા ની છ તાલુકા પંચાયતો ના પ્રમુખ માટે આગામી સપ્તાહે ચૂંટણી યોજાનાર હોવા નું જાણવા મળે છે. પંચાયતો ની ચુંટણીના પરિણામો આવી ગયા બાદ હવે આગામી તા. 23 ના શનિવારે છ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખો ની અને તા.25 ના સોમવારે જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખોની ચુંટણી યોજવા રાજ્યના વિકાસ કમિશનરે જણાવતા તમામ ચુંટાયેલા સભ્યોને નોટીસ આપીને ચુંટણીના આગલા દિવસે જે તે તાલુકા પંચાયતોના તાલુકા વિકાસ અધિકારીઓ સમક્ષ અને જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભરી જવા નોટીસ આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આ વખતે સામાન્ય મહિલા અનામત છે. તેથી ભાજપાની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયા મુજબના પ્રમુખ-ઉપ પ્રમુખ ચુંટવા માટે પાર્ટી દ્વારા મતદાન પહેલા સભ્યો ને વ્હીપ આપવામાં આવશે. આ જ પધ્ધત્તિ લાલપુર ને બાદ કરતાં અન્ય પાંચ તાલુકા પંચાયતો માં પદાધિકારી ઓ ની ચુંટણી પહેલા અપનાવવામાં આવશે.

ગત તા.28 મીએ આવેલા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણીના પરિણામની વાત કરીએ તો જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપ ને મળી છે. બાકીની પાંચ બેઠકો વિપક્ષના ભાગે ગઈ છે. જે પાંચ સભ્યોમાંથી 3 આપના અને બે કોંગ્રેસના રહેશે.

જિલ્લા પંચાયતના બંને હોદ્દાઓ માટે ચુંટાયેલા સભ્યોને તા.24ના રવિવારે સવારે 11 થી બપોરે બે વાગ્યા સુધીમાં ઉમેદવારી નોંધાવી જવા નોટીસો ની પ્રક્રિયા કરવામાં આવી છે. આ જ રીતે તમામા તાલુકા વિકાસ અધિકારીઓના માધ્યમથી જે તે તાલુકા પંચાયતોના ચુંટાયેલા સભ્યોને પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચુંટણીની તા.ર3 ના આગલા દિવસે તા.22મી એ ઉમેદવારી પત્ર ભરવા નોટીસો આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે.
સંભવત આવતીકાલે જિલ્લા કલેકટર દ્વારા એજન્ડા બાર પાડવામાં આવ્યા પછી જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રાંત અધિકારી અથવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારોએ દાવેદારી કરવાની રહેશે.જિલ્લાની છ તાલુકા પંચાયત માંથી લાલપુર તાલુકા પંચાયતમાં કુલ 18 માંથી 10 બેઠકો આમે આદમી પાર્ટીને મળી છે. અન્ય પાંચ તાલુકા પંચાયતોમાં ભાજપ.ને સુકાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *